ગોધરા નગરપાલિકાના વધુ બે વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લામાં 21 વિસ્તારો હજુ પણ ક્લસ્ટર એરિયા

છેલ્લા 28 દિવસના સમયગાળા દરમિયાન એક પણ નવો કેસ ન મળવાના પરિણામે મુક્તિ અપાઈ

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2020 ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ બે વિસ્તારો મજાવર રોડ,ઇકબાલ ગર્લ્સ સ્કૂલ પાછળ અને મહેશ્વરી સોસાયટીને ક્લસ્ટરમુક્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોવિડ-19ના નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારોમાં 28 દિવસના સમયગાળા દરમિયાન કોઇ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને આ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ બે વિસ્તારોના 162 ઘરોના 451 વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમુક્ત થયા છે. આ બંને વિસ્તારોમાંથી 29 એપ્રિલ બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી. જિલ્લાના 21 વિસ્તારો હજુ પણ ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here