ગોધરા નગરપાલિકાના છ વિસ્તારોમાં છેલ્લા 28 દિવસથી એક પણ નવો કેસ ના મળતા ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા…

ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની

ગોધરા નગરપાલિકાના છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી છ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારોમાં 28 દિવસના સમયગાળા દરમિયાન કોઇ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને આ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હરિકૃષ્ણ સોસાયટી, વાલી ફળિયા નંબર ત્રણ, અલંકાર સોસાયટી, ગાયત્રી નગર ખાડી ફળીયા, જૈન દેરાસર પાસે અને બ્રહ્મા સોસાયટીનો સમાવેશ થાય છે. આ છ વિસ્તારોના 633 ઘરોના 2430 વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈમુક્ત થયા છે. હરિકૃષ્ણ સોસાયટીમાં ૨૭ એપ્રિલ બાદ અને બાકીના પાંચ વિસ્તારોમાંથી 28 એપ્રિલ બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here