ગોધરા નગરપાલિકાના કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરતું જાહેરનામું…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

હાલની સ્થિતિએ ગોધરા નગરપાલિકામાં કુલ 22 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા

જાહેર સ્થળોએ બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ સહિતના નિયંત્રણો લાગુ રહેશે

કોવિડ-19 સંક્રમણની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને ગોધરા નગરપાલિકામાં નવેસરથી કન્ટેઈમેન્ટ વિસ્તારો જાહેર કરવાની જરૂરને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૪ હેઠળ મળેલ અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ફક્ત નીચે મુજબના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ગોધરા નગરપાલિકાના આ ૨૨ વિસ્તારો કે જેમને કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ કન્ટેઇનમેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોને ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી ગોધરા અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેઇનમેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. કન્ટેઈન્મેન્ટ એરિયાના રહીશોએ કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવેલ જાહેર ફળિયા અથવા સ્થળોએ બિનજરૂરી અવર-જવર કરવી નહીં. તેમજ જાહેર ફળિયા અને સ્થળોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવાનુ રહેશે અથવા મોઢું-નાક વ્યવસ્થિત કાપડથી ઢાંકવાનું રહેશે આ હુકમનો અમલ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ- 51થી 58ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સમગ્ર ગોધરા નગરપાલિકા વિસ્તારને કોવિડ-19 કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો હતો.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અર્ધસરકારી એજન્સી, સરકારી/પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને, તેમની સ્મશાનયાત્રા તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવેલ છે, તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા

(1) રબ્બાની મહોલ્લા, વેજલપુર રોડ, ગોધરા
(2) મુસ્લિમ સોસાયટી “બી”, અબરાર મસ્જિદ ગોધરા
(3) હરિક્રિષ્ના સોસાયટી, ગોધરા
(4) વાલી ફળિયા નં-3, ગોધરા
(5) અલંકાર સોસાયટી, ગોધરા
(6) ગાયત્રીનગર, ખાડી ફળિયા,

(7) જૈન દેરાસર પાસે, ગોધરા
(8) બ્રહ્મા સોસાયટી, ગોધરા
(9) મજાવર રોડ, ઈકબાલ ગર્લ્સ સ્કૂલ પાછળ, ગોધરા
(10) મહેશ્વરી સોસાયટી, ગોધરા
(11) ડબગરવાસ (કાછિયાવાડ), ગોધરા
(12) ધંત્યા પ્લોટ, ગોધરા
(13) સાતપુલ સોસાયટી, ગોધરા
(14) નાડિયા વાસ, ખાડી ફળિયા, ગોધરા
(15) ગુહ્યા મહોલ્લા, ગોધરા
(16) પોલિસ ચોકી નં-7, ગોધરા
(17) સલામત સોસાયટી, ગોંદરા, ગોધરા
(18) પિંજારાવાડ, ગોધરા
(19) હોકલાની વાડી, ગોધરા
(20) કડિયાવાડ, ગોધરા
(21) શુક્લ સોસાયટી, ગોધરા
(22) કાછિયાવાડ (બાવાની મઢી), ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here