ગોધરા નગરની શિવમપાર્ક સોસાયટીમાંથી પસાર થતો રસ્તો લોખંડની પાઈપો મૂકી બંધ કરાતા અનેક લોકો હેરાન પરેશાન…

સોસાયટીનાં રહીસો દ્વારા રસ્તો બંધ કરાતા લોકડાઉન જેવા કપરા સમયમાં જનહિતાર્થે સેવા આપતા કર્મચારીઓને ઘણીજ તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો

હાલ માનવ જીવન માટે ભગવાન કેહવાતા અનેક ડોક્ટર અને પોલીસકર્મીઓ આદિત્ય નગરમાં રહે છે, તેઓને જો તાત્કાલિક સમયે ગોધરા સિટીમાં આવવાનું હોય તો શિવમપાર્ક આગળ મુકેલ પાઈપો વિધ્નરૂપી સાબિત થાય એમ છે..!!

પંચમહાલ જીલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં હાલ કોરોનાનો કહેર ઉગતા-આથમતા સુરજની સાથે વધી રહ્યો છે અને આવા કપરા સમયમાં લોકડાઉન એક માત્ર વિકલ્પરૂપે સાથ આપી રહ્યો હોય એવું દ્રશ્યમાન થાય છે. તેમજ આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં સૌથી મહત્વનો ફાળો પોલીસ પ્રશાસનનો રહ્યો છે. આજે દરેક પોલીસકર્મી પોતાની ખાખી વર્દીનો હક્ક અદા કરતો હોય એમ તન-મનથી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યો છે એજ રીતે માનવભક્ષી એવા કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફનાં માણસો ખડેપગે સેવા આપી રહ્યા છે. આજે એવો સમય સામે આવી ગયો છે કે એક માનવી બીજા માનવીથી દુર ભાગી રહ્યો છે ત્યારે આવા ભયાનક સમયમાં જો આ જનહિતમાં કામ કરનારા પોલીસકર્મીઓ અને તબીબોને કોઈ પણ તકલીફ પડે તો એ માનવતાને શર્મશાર કરવા બરાબર લેખાય…!! હાલ ગોધરા શહેરનાં આદિત્ય નગરમાં રહેતા કેટલાય પોલીસકર્મીઓ અને તબીબોની સાથે આવુજ કઈક બની રહ્યું હોવાની વાત સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના આદિત્ય નગરમાં અનેક પોલીસકર્મીઓ, મેડીકલ સેવા સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારીઓ રહે છે તેઓને ગોધરા સિટીમાં આવવા જવા માટે સત્યમ પાર્ક સોસાયટીમાંથી પસાર થઇ શિવમપાર્કનો રસ્તો સરળ પડતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી શિવમ પાર્કના રહીસોએ ગરનાળા આગળ લોખંડની પાઈપો બાંધી અવર-જવરનો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે લોકડાઉન દરમ્યાન 24 કલ્લાક કે પછી આપાતકાલને ધ્યાનમાં રાખી રાત દિવસ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મીઓ અને મેડીકલ સેવા આપતા તબીબોને ઘણું બધું ફરીને ગોધરા સીટી સુધી પોહ્ચવું પડે છે. તેમજ તેઓને ફરજ દરમ્યાન 15-20 મીનીટના રેસ્ટ ટાઈમમાં ઘરે આવવું હોય તો તેઓને એ બંધ કરેલ રસ્તો માનસિક રીતે હેરાન કરતો હોય છે, કારણ કે શિવમપાર્કનો રસ્તો બંધ હોવાથી ઓછા સમયમાં વધુ કી.મી કાપવાની બીક સતાવતી રહે છે અને તેઓ પોતાના રેસ્ટ ટાઈમનો પણ સદ ઉપયોગ કરી પોતાના ઘર પરિવારને મળી સકતા નથી.

શિવમપાર્ક સોસાયટીનાં રહીશોએ એ ગરનાળા પરનો રસ્તો કોના કહેવાથી કે પછી કોના હુકમથી કે પછી કોની પરવાનગીથી બંધ કર્યો હશે…!!? એ એક તપાસનો વિષય બની ગયો છે. તેમજ જો શિવમપાર્કનાં રહીશોએ ખરેખર કાયદેસર રીતે પરમીશન લઈને રસ્તો બંધ કર્યો હોય તો પણ પરવાનગી આપનાર જવાબદાર તંત્ર આપાતકાલ,આવશ્યક ચીજ વસ્તુઓનાં વહન અને સેવાકીય ફરજ બજાવતા કર્મીઓ માટે એ રસ્તાને ગમે ત્યારે….ગમે તે સમયે ખુલ્લો કરી આપવા હુકમ કરતો હોય છે તો પછી હાલ શિવમપાર્ક સોસાયટીનાં રહીશો કેમ જનહિત માટે પોતાના જીવ જોખમમાં મૂકનારાઓને હેરાન કરતાં હશે… તંત્રએ આ બાબતે તાત્કાલિક તપાસ કરી આદિત્ય નગર તરફ જતા રસ્તામાં શિવમપાર્કનાં ગરનાળા પર વિધ્નરૂપી ઉભા કરેલ લોખંડનાં પાઈપોને હટાવવા જોઈએ, જેથી ત્યાંથી અવર-જવર કરતા પોલીસકર્મીઓ,ડોકટરો અને સરકારી કર્મચારીઓને વેઠવી પડતી તકલીફ વહેલી તકે દુર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here