ગોધરા તાલુકાના નદીસર ગામમાં NSS વોલીએન્ટર લૉ કોલેજ તેમજ ગ્રામજનો દ્વારા ૪૨ યુનિટ રક્તદાન કરવામા આવ્યું…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે કોરોનાના માનવભક્ષી પ્રકોપના કારણે સમસ્ત માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે, વિશ્વમાં કોરોનાના કહેરથી ૫૦ લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોનાનો કાળમુખી કહેર ઉગતા-આથમતા સુરજની સાથે વધી રહ્યો છે જેને ધ્યાનમાં લઇ ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આજથી અનલોક-૦૧ ની શરૂઆત થઇ ચુકી છે. લોકડાઉન દરમિયાન સમસ્ત ધંધા-રોજગાર સહીત સામાન્ય જન-જીવન પણ ઠપ્પ થઇ ગયું હતું અને આવા સમયે થેલેસીમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા લોકોને અવાર-નવાર રક્તની જરૂરિયાત પડતી હતી ત્યારે બ્લડબેંકમાં જમા લોહી મુજબ એ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી હતી પરંતુ લોકડાઉન દરમિયાન બ્લડબેંકમાં નવા રક્તદાતાનો આગમન ન થયો હોવાને કારણે હાલ રક્તની ઉણપ ના સર્જાય જેને ધ્યાનમાં લઈને સ્વયં સેવકોને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, પંચમહાલ,ગોધરાના પ્રમુખ શ્રી અને જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા સાહેબ, ઉપપ્રમુખશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ગોધરા શ્રી વિશાલ સક્સેના સાહેબના માર્ગદર્શન હેઠળ તથા ચેરમેનશ્રી ડો. કે.વી.પંચાલ, વાઇસચેરમેન શ્રી કે.ટી.પરીખ અને ટ્રેઝરરશ્રી આનંદ ઘડિયાળી, માનદમંત્રીશ્રી કિશોરીલાલ ભાયાણી, મેડિકલ ઓફિસર શ્રી ડો. આર કે ચૌહાણના આયોજન મુજબ ગોધરા તાલુકાના નદીસર ગામના શ્રી અજયસિંહ કરણસિંહ રાઉલજી NSS વોલીએન્ટર લૉ કૉલેજ ગોધરા તથા નદીસર ગામના ગ્રામજનો દ્વારા ૪૨ યુનિટ રક્તદાન કરવામા આવ્યું હતું તે બદલ તેઓને તથા રક્તદાતા શ્રીઓને પ્રોત્સાહિત કરી અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here