ગોધરા : ગીદવાણી રોડ પર આવેલ દર્શન ટ્રેડર્સ પર “કેસર-યુક્ત વિમલ” લેવા માટે ભીડ જામતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા…!!

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

અનલોક-૦૧ ની શરૂઆતમાં GIDC ની એક ફેક્ટરીના કંપાઉન્ડ બહાર પણ વિમલ ખરીદવા માટે ભીડ જામી હતી અને તે સમયે પણ સામાજિક અંતરના નિયમોની અવગણના કરવામાં આવી હતી

વ્યસનના વેપારમાં સોનું ભાંપી ગયેલા વેપારીઓ જીલ્લા સમાહર્તાના જાહેરનામાનું સરાજાહેર ઉલંઘન કરી રહ્યા છે

સભ્ય સમાજમાં થતી ચર્ચાઓ મુજબ વ્યસનના તમામ વેપારીઓને રાજકીય પીઠબળ હોવાથી તેઓને કોઈ નીતિ-નિયમ લાગુ પડતો નથી..!!

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં વ્યસનનો વ્યવસાય કરતા એટલે કે ગુટખા,તમાકુનો ધંધો કરતા વેપારીયો રૂપિયા કમાવવાની લાલચમાં પોતાનુ ભાન ભૂલી બેઠા છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટનો દુરૂપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે. તેઓની આવી હરકત જોઈ સભ્ય સમાજમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આ લોભી વેપારીઓ રૂપિયાની અવેજીમાં માનવભક્ષી એવા કોરોના વાયરસની આડકતરી રીતે મદદ કરી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં કોરોનાના કાળા કહેરે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોહરામ મચાવી દીધો છે, ઉગતા-આથમતા સુરજની સાથે કોરોનાનો પ્રકોપ ધરતી ઉપર ઉથલ-પાથલ કરવાની એક પણ તક જતી નથી કરતો એવામાં ચાંદ પર આશિયાનો બનાવવાના સ્વપ્ના સેવતો માનવી નિરાધારની જેમ હાથ પર હાથ મૂકી બેઠો છે. તેમછતાં ભારત સરકારે દેશહિત ખાતર કોરોનાના સંક્રમણને વધતો અટકાવવા લકોડાઉનની જાહેરાત કરી હતી અને દેશના નાગરીકોએ પણ સરકારના પડતા બોલ ઝીલી લોકડાઉનની અમલવારી કરી હતી પરંતુ બદનશીબે આજે પણ કોરોનાની કાળી પડછાઈ માનવ જીવન પર અંધકારની જેમ છવાઈ રહી છે.

તબક્કાવાર લોકડાઉનના કારણે ધંધા રોજગારને માઠી અસર પડતા સરકારે અનલોક-૦૧ અમલમાં મૂકી અમુક શરતોને આધીન છૂટછાટ આપી હતી જેના કારણે આજે રોજ મજુરીકામ કરનારાઓને થોડી રાહત મળી રહી છે પરંતુ ગોધરા નગરના ગીદવાણી રોડ પર આવેલ વિમલ ગુટખાના હોલસેલના વેપારી એવા દર્શન ટ્રેડર્સના સંચાલક વિમલ પડીકીના વેપારમાં એટલી હદે ભાન ભૂલી ગયા હતા કે તેઓની દુકાન આગળ એટલે કે તેઓની નજર સમક્ષ ૨૦ થી વધુ લોકો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવી એકી સાથે પરસ્પર ઉભા રહ્યા હતા તેમછતાં તેઓ પોતાના વેપારને બંધ કરવાની જગ્યાએ કોઈની પણ સહેશરમ વગર બેફામ ધંધો કરતા કેમેરામાં કેદ થયા હતા.
ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં આજેપણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે સરકારના નિર્દેશો મુજબ કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ અને પોલીસ પ્રસાશન લોકોના હિત ખાતર અથાક મહેનત કરી રહ્યા છે અને માસ્ક તેમજ સામાજિક અંતર જાળવી રાખવા લોકોને અનુરોધ કરી રહ્યા છે પરંતુ વ્યસનનો વેપાર કરતા દર્શન ટ્રેડર્સ જેવા લોભિયા વેપારીઓ રૂપિયા કમાવવાની લ્હાયમાં સરકારી જાહેરનામાનો છડેચોક ઉલંઘન કરતા દેખાય આવે છે.

જયારે એ વાત પણ ભૂલી શકાય એમ નથી, લોકડાઉનના કપરા સમયમાં વ્યસનનો કારોબાર કરતા અમુક વેપારીઓએ પાન,બીડી, ગુટખા અને તમાકુનાં કાળા બજાર કરી ધૂમ કમાણી કરી હતી ૧૨૫ રૂપિયામાં મળતો વિમલનો પાકીટ ૭૦૦ થી ૯૦૦ રૂપિયામાં સુધીની કિંમતે વેચ્યો હતો. જેથી હાલ ફરીથી અમુક વેપારીઓ પાન,બીડી, ગુટખા અને તમાકુનાં ભાવ વધારવા છેલ્લી હદ સુધીના પ્રયત્નો કરી રહ્યા છે અને વ્યસનના વેપલામાં જાણે સોનું ભાંપી ગયા હોય એમ આજે પણ લોકડાઉનની અફવાઓને તેજ બનાવી ફરીથી પાન,બીડી, પડીકી, ગુટખા અને તમાકુના ભાવમાં વધારો કરી રહ્યા છે.

હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર માનવહિત ખાતર તેમજ કોરોનાના પ્રકોપથી નિર્દોષ જીવોને બચવવા સોશિયલ ડિસ્ટન્સનો ભાન ભૂલનાર આવા લોભિયા વેપારીયોને દંડે છે કે કેમ..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here