ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરાયું….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી ના ઍન.એસ.એસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોરોના ઍવેરનેસ બાબતે ટેલી કાઉંનસલિંગ સેન્ટર કાર્યરત કરાયુ છે જેમા 2 દિવસમા 596 વડીલોને કોરોના બાબતે માર્ગદર્શન અપાયુ છે.

જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા ની સુચના મુજબ તથા યુનિવર્સિટી ના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ શરુ કરાયેલા આ સેન્ટર મા ડૉ.ભોલંદા સાહેબ તથા ઍન.એસ.એસ.કોર્ડિનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.આ સેન્ટરમાં હાલ કોમર્સ કોલેજ ગોધરા ઍન.એસ.એસ.ના 5 સ્વયંસેવક સેવા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here