ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી દ્વારા સાંપા ગામે ચેકડેમ ઊંડો કરવાના કામની શરૂઆત કરાવાઈ

ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે સંક્રમણના ભય વચ્ચે રોજગારી અર્થે ગ્રામજનોએ બહાર જ્વુ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મનરેગા, પીએમએવાય યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) સહિતની યોજનાઓ અંતર્ગત જળસંચય સહિતના વિવિધ કામોની શરૂઆત કરી શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી આપવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં ગોધરા તાલુકાના સાંપા ગામે ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી હસ્તે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઊંડો કરવાના કામની શરૂઆત કરવામાં આવી છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે એપીએમસી ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, એપીએમસી ગોધરાના સભ્ય અને ગોધરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી અરવિંદસિંહ બી. પરમાર તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here