ગોંડલ આશાપુરા ચેકપોસ્ટ પરથી સોપારી લઈને પસાર થતા વ્યસનના સૌદાગર પોલીસના હાથે ઝડપાયા…

ગોંડલ,
તસ્વીર :- મિલન મહેતા

પોલીસે ઇકો કાર અને બંને ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

વર્તમાન સમયમાં જો સુક્ષ્મ સ્વર સાંભળનાર યંત્ર દ્વારા નિરીક્ષણ કરવાંમાં આવે કે આજે ક્યાં શબ્દનો સૌથી વધારે ઉચ્ચારણ થઇ રહ્યો છે..!!? તો દુનિયાના ખૂણે-ખૂણા માંથી એક માત્ર કોરોના…કોરોનાની બૂમો સંભળાઈ આવે એમ છે… કારણ કે હાલ દુનિયામાં લાખો લોકો કોરોનાના સંક્રમણથી પીડાઈ રહ્યા છે જ્યારે કોરોનાના માનવભક્ષી ભરડાએ બે લાખથી પણ વધુ લોકોના જીવ લીધા છે. ભારત સહીત ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને હાલ સરકાર પણ માનવ સુરક્ષા કવચ સમાન લોકડાઉનના ત્રીજા ચરણ પછી શું કરવું એ વિચારી રહી છે. આવા કપરા સમયમાં વિશ્વના લગભગ માનવ જીવોમાં કોરોનાની દહેશત ઘર કરી ગઈ છે. ત્યારે ચોરી-છુપકેથી સોપારી તમાકુનો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય એવું લાગી રહ્યું છે જ્યારે પોલીસે પણ આવા કાળા વેપારને વેગ આપતા સૌદાગરો પર બાજ નજર રાખી સઘન પેટ્રોલિંગ વધારી દીધું છે જેના ફળ રૂપે ગત રોજ ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારીના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળા બજારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને પુરપાટ ઝડપે દોડીને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 288720 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાન મસાલામાં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય છે પરંતુ હાલ લોકડાઉનના કારણે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ બોલાય રહ્યો છે એક સોપારી ગુણમાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય જેથી ગત રોજ ગોંડલ પોલીસે ઝડપી પાડેલ સોપારી કાંડ પોલીસ માટે એક મોટી સફળતા કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here