ગેરકાયદેસર સાગી લાકડા ભરેલ ટેમ્પો તથા ટેમ્પાનુ પાઇલોટીંગ કરનાર પાઇલોટ સહીત ૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી.પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ ગોધરા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એન.એલ. દેસાઇ સાથે એલ.સી.બી. સ્ટાફના અધીકારી તથા કર્મચારીઓએ ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો ઉપર જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.જે સુચના મુજબ એસ.આર. શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ સુરેલી ગામે મુખ્ય રોડ ઉપરથી ટાટા ૬૦૮ ટેમ્પા નંબર જીજે-૦૮ ટી. ૮૪૬૮ માં સાગી લાકડા ભરેલ ટેમ્પા સાથે ડ્રાઇવર નાનજીભાઇ સળુભાઇ નાયક ઉ.વ.૪૫ રહે.સારંગપુર આમલી ફળીયુ નાંદરખા તેમજ ક્લીનર કનુભાઇ વગડભાઇ નાયક ઉ.વ. ૪૨ રહે.સારંગપુર આમલી ફળીયુ નાંદરખા નાઓને પકડી પાડેલ છે તેમજ ટેમ્પાનુ મોટરસાયકલ નંબર જી.જે.૧૭ બી.ડી.૮૬૮૭ થી પાઇલોટીંગ કરનાર મહમદ યામીન દુર્વેસ રહે. ગોન્દ્રા મૈત્રી સર્કલ પાસે ગોધરા તેમજ તેઓની સાથેના રીયાજ અમીરઇલાહી હયાત રહે.નુરાની સોસાયટી જુના જકાતનાકા પાસે ગોન્દ્રા ગોધરા નાઓને પકડી પાડેલ છે.ઉપરોકત ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર કાલોલ તાલુકાના વેજલપુર ખાતે સોપવમાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here