ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરવા હડફ સિંચાઈના ૬ છુટા કરેલ કામદારોને ન્યાય મળતા વર્ષો બાદ ફરજ ઉપર હાજર કરતા પરિવારમાં આનંદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના પાનમ યોજના વર્તુળ ના તાબા હેઠળની મોરવા હડપ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈમાં વર્ષો સન ૧૯૮૭ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા નટવર રાયસીંગ હરીજન બકુલ રાયસીંગ બારીયા નાથા ભાઈજી બારીયા પટેલ લક્ષ્મણ ધીરા અર્જુન સંગાડા બારીયા મનહર મથુર ફરજના સમય દરમિયાન જણાવેલ કામદારોને કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય લાંબા સમયની નોકરીમાં આઈ ડી એકટ ની કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી કરી તેમની લાંબા સમયની નોકરી બાદ વર્ષ ૧૯૯૮માં નોકરીમાંથી છૂટા કરી દેતા સામૂહિક કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ દ્વારા મજુર અદાલત ગોધરા ખાતે નોકરીમાં પુનઃ સ્થાપિત થવા કેસ દાખલ જે કેસ ચાલી જતા કામદારો તરફે સીતેશ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ હાજર રહી દલીલો કરે તે દલીલો ધ્યાને લઈ ગોધરા મજુરાદાલત દ્વારા તમામ કામદારોને નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાનો આદેશ કરેલ જે હુકમથી નારાજ થઈ સરકારશ્રીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વ્યક્તિગત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી દાખલ કરેલ તે સમય દરમિયાન કામદારોએ તે અરજીનો નો આખરી નિકાલ થાય ત્યાં સુધી આઈડી એક ની કલમ ૧૭ બી મુજબ સી એ દાખલ કરી ફરજમાં હાજર કરવા અથવા પગાર ચૂકવવાની ની માંગણી કરી પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવાની માંગણી ગ્રાહ્ય ન રાખતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ કામદારોને તાકીદ થી ફરજમાં હાજર કરવાનો આદેશ કરેલ તે મુજબ કામદારો ને તારીખ ૧૫/૩ /૨૩ ના રોજ ૨૨ વર્ષ બાદ ફરજ ઉપર હાજર કરેલ છે તે કામદારો પૈકી લક્ષ્મણભાઈ ધીરાભાઈ નિવૃત્તિ થતા તેઓને હાજર કરેલ ન હતા જ્યારે અર્જન સંગાડા તથા મનહરભાઈ નું અવસાન થતા તેમની જગ્યાએ તેમના વારસપત્નીઓને કેસમાં જોડી ફેમિલી પેન્શન મળે તે બાબતની કાર્યવાહી પણ ફેડરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે આમ આશરે ૨૨ વર્ષ જેટલા લાંબા સમય બાદ અરજદારોને નવું જીવન મળેલ છે જે થકી પરિવાર આનંદ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here