ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ પર પોલીસ ખડકી દેવાઈ.

નર્મદા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

મહારાષ્ટ્રમાં કોરોના વધુ કેસ હોવાથી બોર્ડર પરથી પાસ વગર કોઈને પણ ગુજરાતમાં પ્રવેશવા દેવાતા નથી…

ચેકપોસ્ટ પર આવતા જતા વાહનોના ડ્રાઈવર કંડક્ટરોનું ફરજીયાત કરાતું થર્મલ સ્કિનિંગ..

ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકીંગ,નર્મદાના એક હજારથી વધુ પરપ્રાંતિયોને કરાયો સર્વે…

નર્મદામાં પરપ્રાંતના નવ રાજ્યોના 1110 જેટલા શ્રમજીવીઓ માઈગ્રેટ વર્કસનો સર્વે કરાયો,હવે ક્રમશઃ તેમણે પોતપોતાના રાજયોમાં વતનમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ત્રીજુ લોક ડાઉન લંબાતા ટ્રેન વ્યવહાર શરૂ કરાતા પરપ્રાંતીઓ માટે વતન જવાની પરવાનગી અપાશે.
નર્મદામાં નવ રાજ્યોના રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, તમિલનાડુ રાજ્યના શ્રમજીવીઓ નર્મદામાં જુદા જુદા કામો રોજગાર માટે આવ્યા હતા.
જિલ્લા પ્રશાસન દ્વારા તલાટીકમ મંત્રીઓ દ્વારા ગામેગામ સર્વે કરી કલેકટરને પરપ્રાંતીઓની સંખ્યા નો રિપોર્ટ અપાયો.
તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં અટકેલા સાગબારા તાલુકાના ૧૨ જેટલા કામદારોને નર્મદામાં વતન માં આવવું છે.
દરેકનું ફરજિયાત કરાશે તેમજ જે ના લક્ષણો દેખાશે તેને જિલ્લામાં જાહેર કોરોન્ટાઈન સેન્ટર ખાતે ક્વોરઈનટાઇ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા ત્રીજા લોકડાઉનમાં કેટલીક શરતોને આધીન છૂટછાટો અપાય છે ત્યારે હવે નર્મદાના 1110 જેટલા પરપ્રાંતીઓ ને કેટલીક શરતોને આધીન પોત પોતાના પ્રદેશમાં જવા દેવાની છૂટછાટ આપવામાં આવી છે તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ ની માહિતી એકઠી કરીને તેમના થર્મલ સ્કેનિંગ કરી તેમને પ્રમાણપત્ર આપી બીજા રાજ્યોમાં લઈ જવા માટે થી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં અને ગુજરાતમાંથી મહારાષ્ટ્ર માં જવા કેટલાક શ્રમજીવીઓ માથામાન કરી રહ્યા હોય એને રોકવા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ પર પોલીસ ખડકી દેવાઈ છે. હાલ 15 જેટલી પોલીસ ધનશેર ચેકપોસ્ટ પર મૂકી દેવાઈ છે. અને મહારાષ્ટ્ર માં કોરોનાના કેસ હોવાથી બોર્ડર પરથી પાંચ વગર કોઈપણ ને ગુજરાતમાં પ્રવેશવા દેવાતા નથી તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. હાલ ધનશેરા ચોક પોસ્ટ ઉપર પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે.
આ અંગે ધનશેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરતાં પીએસઆઇ વસાવાએ જણાવ્યું હતું કે દશેરા ચેકપોસ્ટ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલું છે, ત્યારે આવતા જતા વાહનો અહીં સઘન અહીં સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે જેમાં વાહનોના ડ્રાઈવર કંડક્ટરો નું ફરજિયાત થર્મલ સ્કિનિંગ કરાઇ રહ્યું છે. બોર્ડર પર મેડિકલ ટીમ ગોઠવાય છે. નર્મદા પોલીસ સતત મોનીટરીંગ કરી રહી છે. જે લોકો પોતાના વતનમાં જવા ઉતાવળ કરે છે તેવા લોકોને ડાયરેક પ્રવેશ આપવા તો નથી બંને સરકારને પરવાનગી મળી અથવા મામલતદાર તરફથી પાંસ ઇશ્યુ કરાયો હોય તેવા લોકો તેમજ વાહનો ચાલકો ને ચેક કર્યા પછી જ જવા દેવામાં આવે છે હાલો બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here