ગામડાઓમાં ફરમાવવામાં આવેલ પ્રવેશ બન્ધી બની અડચણરૂપ…!!

રાજપીપળા,(નર્મદા).

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ગામના મુખ્ય માર્ગો પર મુકાયેલા અડચણો આવશ્યક સેવાઓ માટે મુસીબત બન્યા

કોરોનાને અટકાવવાના પગલાં રૂપે ફરમાવવામાં આવેલ પ્રવેસબન્ધીમાં એમ્બ્યુલન્સો, પુરવઠાના વાહનો અટવાયા

કોરોના વાઇરસ નો ફેલાવો અટકાવવા માટે સમગ્ર દેશ માં લોકડાઉન 3જી મેં સુધી કરવામાં આવેલ છે, શહેરો માં લોકડાઉન નો ચુસ્ત પણે પાલન થયી રહ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં પણ લોકડાઉન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે.

ગામડાઓ માં પંચાયતો લોકડાઉન ના અમલ માટે સક્રિય બની છે લોકો માં પણ ભારેઉત્સાહ છે, બહાર નો કોઈ વ્યક્તિ ગામ માં ન પ્રવેશે તે માટે ગામડા સજાગ બન્યા છે, કોરોના ની મહામારી ની વધુ ફેલાતી અટકાવવા માં મદદરૂપ થયી રહ્યા છે. બહાર ની કોઈ વ્યક્તિ એ ગામ માં પ્રવેશવું નહીં, ગામ ના લોકો એ બહાર જઉં નહીં ના ગામડાઓ માં બોર્ડ લાગ્યા છે, ગામડાઓમાં આવેલી આ જાગૃતિ ખરેખર પ્રશંસા ને પાત્ર છે, પરંતુ કેટલાક ગામો માં મુખ્ય માર્ગ ઉપર તોતિંગ વૃક્ષ કાપી, ઇલેક્ટ્રિક ના થાંભલાઓ મૂકી, કાંટા નાખી તેમજ માટી ના અવરોધ ઊભા કરાયા છે, આ અવરોધો ખરેખર યોગ્ય નથી. મોટા મોટા અવરોધ માર્ગ વચ્ચે મુકતા ઇમરજન્સી સેવાઓ ગામમાં પ્રવેશી સકતી નથી, જેમકે કેટલાય ગામમાં એમ્બ્યુલન્સ 108, એને પૂરવઠા વિભાગ ના અનાજ સપ્લાય કરતા વાહનો અટવાયા હતા.

આ બાબત ને ગ્રામજનો એ ગઁભીરતા થી લયી રસ્તા માં મુકેલા અડચણો દૂર કરવાની તાંતી જરૂર છે. નર્મદા જિલ્લા ના ઘણા ગામડાઓમાં આ પરિસ્થિતિ છે જેથી પ્રશાસને પણ આની નોંધ લયી ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here