ગરૂડેશ્વર તાલુકાના ધામધરા ગામની મહિલા સરપંચ શીતલબેને 2000 માસ્ક ઘરે બનાવી ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામોમાં વિતરણ કર્યા…

ગરૂડેશ્વર,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ધામધરા,ડેકાઈ અને છીંદીયાપુરા આ ત્રણે ગામમાં કોરોનાના સંક્રમણથી બચવા દરેક માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું.

પોતાના ગામમાંમા શક્તિ મહિલા મંડળનાની 10 બહેનોએ ભેગા મળીને પશુપાલન અને ઘરકામથી પરવાર્યા પછી જ્યારે લોકો બપોરે આરામ કરતા હોય છે ત્યારે આ બહેનોએ સમય કાઢીને જાતે માસ્ક બનાવ્યા

કોરોના સંકટમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મહિલા સરપંચ શીતલબેન તડવી.

નર્મદા જિલ્લામાં હાલ છેલ્લા એક મહિનાથી કોરોના નો લોકડાઉન અમલમાં છે 12 જેટલા કોરોના ના પોઝિટિવ કેસો થયા પછી સંક્રમણથી બચવા માસ્ક પહેરવાનું ફરજિયાત બન્યું મેડિકલ સ્ટોરમાં માસ પૂરતા મળતા નથી, મળે છે તો મોંઘા મળે છે ત્યારે ગામડાના લોકો સુધી માસ્ક પહોંચતા નહોતા ત્યારે ગરુડેશ્વર તાલુકાના ધામધરા ગામની મહિલા સરપંચ અને સરપંચ પરિસદ ગરુડેશ્વર ના પ્રમુખ શીતલબેન તડવીએ 2000 જાતે માસ્ક ઘરે બનાવી ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામો ધામધરા, ડેકાઇ અને છીડીયાપુરા ગામ માં તબક્કાવાર 2000 જેટલા માસ્ક વિતરિત કરાયા હતા પહેલા 1500 માસ્ક બનાવાયા ત્યાર બાદ બીજા 500 માસ્ક બનાવ્યા અને ગામના તમામ લોકોને વોશેબલ માસ્ક આપી ગામમાં માસ્ક પહેરવા નુ ફરજિયાત બનાવી ગામને કોરોના સંક્રમણથી બચવા નો ગામની મહિલા સરપંચે સ્તુત્ત્ય પ્રયાસ કર્યો.
આ વિશેષ માહિતી આપતા મહિલા સરપંચ શીતલબેન એ જણાવ્યું હતું કે અમારું મા શક્તિ મહિલા મંડળ નું 10 નું ગ્રુપ છે, અમે આ બહેનોની મદદ લીધી છે જ્યારે અમારી મહિલા મંડળની બહેનો પોતાના ઘરકામ કરીને પશુપાલન નું કામકાજ પૂરું કરીને લોકો બપોરે બધા આરામ કરતા હોય ત્યારે આરામની પળો માં અમે સમય કાઢીને સમયનો સદુપયોગ કરીને મેં અને મારી બહેનોએ જાતે માસ્ક બનાવ્યા છે મારે ઘરે સીવણ મશીન પણ છે તેથી જેમાન ઘરે મશીન ન હોય તે મારા ઘરે આવીને મશીન પર માસ્ક તૈયાર કરાતા, અમારી ભાવના મારા ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગાઉ ધામધરા, ડેકાઈ અને છીડીયાપુરા ગામમાં એક પણ વ્યક્તિને કોરોનાનો ચેપ પણ લાગે અને અમારા ત્રણે ગામ સંપૂર્ણ મુક્ત બને તેવી ભાવના સાથે 2000 માસ્ક બનાવી ઘરે-ઘરે ગ્રામજનોને માસ્કનું વિતરણ કર્યું છે. ગામની મહિલા સરપંચને શીતલબેન પોતાના ગ્રામ પ્રત્યેની ઉદાત્ત ભાવના એ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ અંગે સરપંચ શીતલબેન એ જણાવ્યું હતું કે આપણા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પગપેસરો ન કરે એની અમને સૌથી મોટી ચિંતા છે, તેથી શહેરોમાં કેસો વધતા ગ્રામ્ય લેવલ સંક્રમણ અટકાવવાનો અને જાગૃતિનું કામ કરીએ છીએ. નર્મદામાં એક પણ કોરોનાનો કેસ ન હતો ત્યારથી જ અમે માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ગરુડેશ્વર તાલુકા માં કોરોના આવતા અમારી પંચાયતના ત્રણે ગામમાં ઘરે ઘરે જઈને માસ્ક આપીને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી પાકો કામ અર્થે બહાર જાય તો માસ્ક પહેરીને જ નીકળવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here