ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે લોકડાઉન વચ્ચે લાઈટના ધાંધિયા…વારંવાર રજુઆત છતાં PGVCL ના આંખ આડા કાન..!!

ગઢડા,

પ્રતિનિધિ :- આસીફ રાવાણી

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીને લઈને હેરાન પરેશાન થઇ રહ્યું છે અને ભારત સહીત ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે. માટે કોરોનાના કહેરને પ્રસરતો રોકવા સરકારે સમસ્ત ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે તથા આજથી લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત થઇ રહી છે એવામાં લોકો પણ સરકારના અનુરોધને માન આપી પોત-પોતાના ઘરમાં રહી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. ત્યારે એક તરફ માનવભક્ષી કોરોનાનો કહેર અને બીજી બાજુ ઘુસ્સે ઊભરાયેલા સુરજ દાદાનો તપારો માનવ જીવન માટે મુશ્કેલ બની રહ્યા છે અને આવા કપરા સમયમાં ધોમ ધખતી ગરમીમાં બપોરના સમયે ઢસા જંકશન ખાતે દરરોજ લાઈટના ધાંધિયા જોવા મળે છે તેમજ હાલ મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસ પણ શરૂ થયો હોવાથી આ કાળઝાળ ગરમીમાં લાઈટ વગર ઘરમાં કેદ રહેવું રણમાં રોકવવા સમાન થઈ ગયું છે. ઢસા જંકશનમાં તેમજ ખાસ કરીને ઢસા જં. મસ્જિદ વિસ્તાર, ગાયત્રીનગર રાણીઁગા વિસ્તાર સાથે ઢસા ગામ પી જી વી સી એલનુ કનેકશન ગોદડીયા નગર સાથે જોડાણ કરી પસાર કરેલ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે તેમજ આજુબાજુમાં લાઈટ ડીમ થવી તેમજ લાઈટ ગુલ થવાના બનાવો અવાર-નવાર સામે આવતા હોય જેથી PGVCL દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

એક તરફ કોરોનાના કારણે લોકડાઉન અને બીજી તરફ આગ ઝરતી ગરમીનો પ્રકોપ અને પાછુ બળતામાં ઘી નાંખવાનું કામ PGVCL દ્વારા થઇ રહ્યું છે, આ સમગ્ર તકલીફને લઈને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખતે લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે તેમછતાં PGVCL જાણે આંખ આડા કાન કરતુ હોય એમ અજાણ બનીને બેઠું છે. હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં PGVCL આ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે કેમ…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here