ગઢડા તાલુકાના ઢસા ગામ પોલીસ સટેશનના કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને સેફટીકીટ આપી ફૂલહાર કરી સન્માનિત કર્યા…

ગઢડા,

પ્રતિનિધિ : આરીફ રાવાણી

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ઠલવાઈ રહ્યો છે, જન-જનનું જીવન ત્રસ્ત બની ગયું છે આજદિન સુધી કોરોનાના પ્રકોપના કારણે લાખો લોકો આ માનવભક્ષી વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી કોરોનાના અજગરી ભરડાએ ભારતને પણ પોતાની બાનમાં લીધું છે, માટે ભારતમાં પણ દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેથી સમસ્ત દેશમાં ચાલી રહેલ લોકડાઉનના સમયકાળને વધારી ત્રીજા તબક્કાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેમછતાં આં લોકડાઉનમાં કોરોના જેવા માનવભક્ષી રાક્ષસની સામે લડતા આપણા પોલીસ જવાનો અને આરોગ્યકર્મીઓ રાત-દિવસ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. આવા કપરા સમયમાં તેઓનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે.

ગઢડા તાલુકાના ઢસાગામમાં કેન્દ્રવતી સ્કુલની બાજુમા લોક હિતાર્થે પોલીસ સ્ટેશન બનાવેલુ છે. આ પોલીસ સ્ટેશનના કર્મીઓ સમસ્ત ગામમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચવવા બંદોબસ્ત ગોઠવી પોતાની પ્રમાણિક ફરજ નિભાવી રહ્યા છે. અને પોતાના જીવના જોખમે રાત-દિવસ ખડે પડે ઉભા રહી લોકડાઉનની અમલવારી કરાવી રહ્યા છે, જેથી લોકોના હિત માટે કામ કરી રહેલા પોલીસકર્મીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે અને તેઓ સુરક્ષિત રહે એ માટે ઢસા ભા.જ.પા.કાર્યકર્તા કાળુભાઈ પાવરા, ભરતભાઈ કટારીયા,શાઁતિભાઈ મેર, કમલેશભાઈ ગઢવી, મનહરભાઈ ત્રિવેદી, તેમજ બીજા અન્ય કાર્યકર્તાઓએ ભેગા મળીને ઢસા ડી.વાય.એસ.પી ગામિત સાહેબ તેમજ અન્ય પોલીસ જવાનોને માસ્ક અને સેનિટાઈઝર બોટલ તેમજ હેન્ડ ગ્લોઝ આપી તેઓનું ફુલહારથી કરી સન્માનિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here