કોરોના સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળો ગુણકારી : આયુર્વેદિક આધિકારી વૈદ્ય ડૉ.નેહા પરમાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કોરોના સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળો ગુણકારી : આયુર્વેદિક આધિકારી વૈદ્ય ડૉ.નેહા પરમાર

કોરોના સામે લોક જાગૃતિ લાવવાની સાથે આરોગ્ય સેતુ એપની સમજ, માસ્ક, સેનિટાઇઝ અને જરૂરિયાના સાધનો પૂરૂ પાડતું નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદા કોરોનાની મહામારી સામે પોતાનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ રાજપીપલા શહેર અને ગામેગામ કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદિક અધિકારી નેહા પરમાર, નગરપાલિકા સદસ્ય પ્રતીક્ષા પટેલ, જિલ્લા અગ્રણીશ્રી અજીતભાઇ પરીખ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં અત્યાર સુધી માત્ર ૨૩ પોઝિટિવ કેસો આવ્યા તે પણ બહારના સંક્રમિત થઇને આ બાબતે હવે લોકોમાં કોરોના અંગેની જાગૃતિની ખુબ જરૂર છે, ત્યારે ભારત સરકાર યુવા વિકાસ અને ખેલ મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા લોકોમાં જાગૃતિ સાથે જરૂરીયાતમંદોને લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓથી માંડી જરૂરી સાધન સામગ્રી પુરી પાડવા અને વહીવટીતંત્રના તમામ વિભાગો સાથે ખભે ખભા મિલાવી કામગીરી કરવામાં આવી રહી છે જેમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા મંડળ અને મહિલા મંડળના સ્વયંસેવકોએ નર્મદાના તમામ ગામોમાં માસ્ક, સેનિટાઇઝર, ફૂડ વિતરણ સહીતના કાર્યો કર્યા અને જાતે જ માસ્ક બનાવી રોજગારી પણ મહિલાઓને પુરી પાડવામાં આવી હતી. આમ ફરજ પરના સુરક્ષા જવાનો, પેટ્રોલ પંમ્પ પર કામ કરતા યુવાનો, નરેગામાં કામ કરતા લોકો સહીત તમામ જગ્યાએ નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો સેવાકીય પ્રવૃત્તિ પુરી પાડી રહયા છે. તેમજ વડીલોની મુલાકાત લઇને કોરોના સામે સાવચેતી રાખવાની સમજ આપી રહ્યા છે.

જિલ્લા આયુર્વેદિક આધિકારી વૈદ્ય ડૉ.નેહા પરમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ ગામો અને જગ્યાઓ પર જઈને વૈષ્ણ્વ સમાજ, રાજપૂત સમાજ નહેરૂ યુવા કેન્દ્ર આવી સંસ્થાઓ સાથે તેમના સવયંસેવકોને સાથે રાખીને અત્યાર સુધી ૮ લાખ લોકોને ઉકાળાનું સેવન કારવ્યું છે. કોરોના અને આવા અન્ય રોગો સામે એક કવચ બનીને આયુર્વેદિક ઉકાળો કામ કરે છે ઉકાળો પીવાથી ઇમ્યુનિટી વધે છે અને કોરોનાને હરાવવા મદદ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here