“કોરોના” સામે મદદનો પ્રવાહ…..ગોધરા સિવિલ ખાતે નવીન વેન્ટીલેટર્સ વસાવવા માટે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે રૂ.30 લાખ ફાળવ્યા..

ગોધરા, તા-૨૮-૦૩-૨૦૨૦ શુક્રવારઃ

પ્રતિનિધિ : ઇમરાન પઠાણ

“કોરોના” ના કહેર વચ્ચે જાહેર જનતાની સુખાકારી માટે વધુ સાધન સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાને રૂ.30 લાખની ફાળવણી કરી છે. કોરોનાનો ચેપ લાગેલ દર્દીઓની જાન બચાવવા માટે વેન્ટીલેટર્સની સુવિધા અતિ મહત્વપૂર્ણ સાબિત થતી હોવાથી સાંસદશ્રીએ ગોધરા સિવિલ ખાતે નવીન વેન્ટીલેટર્સ વસાવવા માટે સંસદ સભ્ય વિસ્તાર વિકાસ નિધિ સને ૨૦૧૯/૨૦ માંથી મંજુર કરવા માટે પંચમહાલ જિલ્લા આયોજન મંડળને જાણ કરી છે, જેનો લાભ આ વિસ્તારના જરૂરિયાતમંદ પ્રજાજનોને મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here