કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ…!! રાજકોટ જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા…

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે

રૂા. ૮ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કરવામાં આવે છે

રાજકોટ મધ્યસ્થ  જેલમાં કેદીઓને તાલીમબધ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પુરી પાડવામાં આવે છે. મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતીને ધ્યાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું છે. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને દસથી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં ૪૫૦૦૦ (પીસ્તાલીસ હજાર) જેટલા માસ્ક તૈયાર કર્યા છે, જે રાજ્યની વિવિધ જેલો, રાજકોટ મ્યુની. કોર્પો., SRP ગૃપ ગોંડલ, SRP ગૃપ ઘંટેશ્વર, SRP ગૃપ બેડી જામનગર, SRP ગૃપ ચેલા જામનગર, રાજકોટ જીલ્લા પોલીસ, PDU હોસ્પિટલ રાજકોટ, પોરબંદર જીલ્લા પોલીસ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, જીલ્લા આરોગ્ય શાખા પોરબંદર, ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ રાજકોટ, NSIC તકનીકી સેવા કેન્દ્ર, રાજકોટ રેલ્વે પોલીસ જેવી વિવિધ સરકારી સંસ્થાઓ તથા વિવિધ પ્રાઈવેટ સંસ્થાઓને પૂરાં પાડ્યા છે.
આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં રૂા. ૮ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહયા છે. હાલમાં માસ્કનું ઉત્પાદન ચાલુ છે તેમ નાયબ જેલ અધિક્ષક રાકેશ દેસાઈએ જણાવ્યું છે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here