કોરોના સામેની લડાઈમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા જિલ્લા આરોગ્યવિભાગને ૧૦ પલ્સ ઓક્સીમીટરની સહાય…

ગોધરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ગોધરા માહિતી બ્યુરોમાંથી મળતી વિગતો મુજબ પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્ર મક્કમતાભર્યા પગલાં લઈ રહ્યું છે ત્યારે અન્ય એકમો-સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિજિયોનલ મેનેજરશ્રી ચંદ્રમોહન સૈની અને તેમની ટીમે જિલ્લા આરોગ્યવિભાગને કોરોના સામેની લડાઈમાં ૧૦ પલ્સ ઓક્સીમીટરની સહાય કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું યોગદાન આવકાર્ય પહેલ છે અને સૌના સહિયારા પ્રયાસ અને સાથથી જ કોરોના સામેનો આ જંગ જીતી શકાશે. ઉલ્લેખનીય છે કે પલ્સ ઓક્સીમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધે છે. જેથી શરીરમાં સંક્રમણની સ્થિતિ વિશે જાણકારી મેળવવામાં મદદ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here