કોરોના સંકટમાં રાજપીપળા રાજનગર સોસાયટીની બહેનોએ ઘરેથી 2000 રોટલી બનાવી શ્રમિકોને ભોજન કરાવ્યું..

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

રાજનગર સોસાયટીની બહેનો જાતે ઘરે ઘઉં સાફ કરીને લોટ દડાવીને કીટ બનાવે છે

32 ગામમાં જઈને 650 જેટલા જરૂરીયાત મંદોને કીટનું વિતરણ જય ભોલે ગ્રુપમાં ભાઈઓની અનોખી સેવા..

કરજણ ડેમની સામે ગામોમાં બોટ માર્ગે જઇને જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કર્યું

રાજપીપળામાં કોરોના સંકટમાં જરુરિયાત મંદો માટે સેવાની પ્રવૃતિઓ કેટલાક સેવાભાવી લોકો અને સેવાભાવી સંસ્થા કરી રહી છે. અને માનવતાનો દીપક પ્રગટાવી રહી છે. જેમાં રાજપીપળામાં આવેલ રાજનગર રો હાઉસ સોસાયટીના ભાઈઓ અને બહેનોએ કોરોના સંકટમાં જરૂરીયાત મંદોને ઘરનું તાજુ બહેનોએ જાતે બનાવેલી રોટલી સાથે ભોજન તથા ઘરે બહેનોએ જાતે ઘઉં સાફ કરીને લોટ દળાવીને કીટ બનાવે છે. રાજનગર સોસાયટીના આગેવાન કલમ વસાવાના જણાવ્યા અનુસાર કોરોના સંકટમાં રાજપીપળા રાજનગર સોસાયટીની બહેનો એ ઘરેથી 2000 રોટલી બનાવી આદર્શ નિવાસી શાળા માં યુપીના 180 જેટલા લોકોને ભોજન માટે પહોંચાડવામાં આવી હતી જેમાં રાજનગર સોસાયટીની બહેન બહેનોએ જાતે ઘરે ઘઉં સાફ કરીને લોટ દડાવીને કીટ બનાવે છે.
એટલું જ નહીં સોસાયટીના જયભોલે ગ્રુપના ભાઇઓની મદદથી અત્યાર સુધીમાં 32 ગામમાં જઈને 650 જેટલી જરૂરિયાતમંદને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં કરજણ ડેમની સામેના ગામોમાં બોટ માર્ગે જઇને જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. કોઈપણ જાતના કપરા સમયમાં જયભોલે ગ્રુપના ભાઈઓ ની અનોખી સેવાએ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here