કોરોના વાયરસનાં સંકટમાં ફસાયેલા નર્મદાના ખેડૂતોની દયનીય સ્થિતિ…

સેલંબા,(નર્મદા).

પ્રતિનિધિ :- મનોજ પારેખ

નાંદોદ તાલુકા નીકોલી ગામના ખેડૂતે કોરોના સંકટમાં મહામહેનતે પકાવેલ કેળાના ભાવ અને ખરીદનાર ન મળતાં ૪ એ પણકર કેળા સળગાવી દીધા

કેળ બળી ગયા પછી ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દીધું, લાખોનું નુકશાન

કેળાના ભાવ 200 રૂ. થી ગગડીને 30 રૂપિયા મણના ભાવે…તેમછતાં કોઈ ખરીદાર નથી

ખેડૂત પાસેથી 30 રૂપિયા મણના ભાવે ખરીદી ૧૫ રૂપિયા કિલોના ભાવે વેચાતા વેપારીઓ

પાક નુકસાનીનાં વળતરની માંગ કરતા ખેડૂતો

નાંદોદ તાલુકા નીકોલી ગામના ખેડૂતે કોરોના સંકટમાં મહામહેનતે પકાવેલ કેળાના ભાવ અને ખરીદનાર ન મળતાં ૪ એકર કેળા સળગાવી દીધા કેળ બળી ગયા પછી ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દીધું, લાખોનું નુકસાનથયા નો અંદાજ છે

નર્મદામાં કોરોના ના સંકટમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે જેમાં હાલ કીડાનો પાક તૈયાર થઇ ગયો છે પણ કેળા નું કટિંગ કરી શકતા નથી કારણ કે કેળા ના ભાવ ગગડયા છે 30 રૂપિયા કેરા ખરીદવા કોઈ તૈયાર નથી !
રાજપીપળા સહિત નર્મદા માં આજુબાજુના વિસ્તારોમાં કોરોના ના પોઝિટિવ થવાથી ગામમાં લોકડાઉન કરાયા હોવાથી વાહનો પણ જઇ શકતા ન હોવાથી કેળા ખરીદવા કોઈ તૈયાર નથી. તેથી 200 રૂ.મણના ભાવે વેચાતા કેળાનો ભાવ ગગડીને 30 રૂ. મણ થઇ જતાં ખેડૂતોનો મજૂરી ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. ત્યારે નાંદોદ તાલુકાના નીકોલી ગામના ખેડૂત રાકેશભાઈ પટેલે પોતાના ચાર એકરમાં વાવેલા કેળાના ખેતરને ભારે હૈયે આગ લગાડી દીધી હતી. અને બળી ગયેલા ખેતરમાં ટ્રેક્ટર ભેળવી દઈને કેળાના ખેતરને જમીનદોસ્ત કરી દીધું છે. પોતાની જ નજર સામે ભરતા બળતા ખેતર ને જોઈ રહેતા ખેડૂત માં હૈયામાં પણ આગ લાગી હતી લાખોનું નુકસાન ભોગવતા રાકેશભાઈની જેમ જ નર્મદા માં સેંકડો ખેડૂતોની દયનીય હાલત બની છે ખેડૂતો પાસે 30 રૂ. મણના ભાવે ખરીદી 30 રૂ. કિલોના ભાવે વેચાય વેપારીઓ પણ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે.
ખેડૂત રાકેશ પટેલના જણાવ્યા અનુસાર લાખોનું નુકસાન ભોગવતા ખેડૂતોને કોરોના નો એવો તો માર પડ્યો છે કે આવી સ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિ માં પણ જોઈ નથી. સરકારી તંત્ર ખેડૂતોને કોરોના સંકટમાં પોષણક્ષમ ભાવો મળે અને નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here