કોરોના મહામારીના કારણે બાબરા પંથકના વલાડી ગામના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા… તૈયાર થયેલો પાક ક્યાં વેચવો…!?

બાબરા,(અમરેલી)

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

મરચા,ડુંગળી જેવા પાકો તૈયાર થઇ ગયા છે અને યાર્ડમા પણ તેની ખરીદી કરવામાં નથી આવતી…!!

પ્રવર્તમાન સમયે કોરોનાના પ્રકોપના કારણે સમસ્ત માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે, આજે વિશ્વના ખૂણે-ખૂણામાં કોરોના વાયરસ પ્રસરાય રહ્યો છે ભરતને પણ કોરોનાના અજગરી ભરડાએ બાનમાં લીધું છે જેના કારણે સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જેને રોકવા હાલ લોકડાઉનનો ત્રીજો ચરણ અમલમાં મુકાયો છે માટે સામાન્ય ધંધા રોજગાર સહીત ખેતી વિષયક ખરીદ-વેચાણ પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે માટે જગતના કહેવાતા તાત એવા ધરતીપુરો ચિતામાં મૂકી ગયા છે.

બાબરા તાલુકાના વલાડી ગામે ખેડૂતોને કોરોના વાયરસ અંતર્ગત પોતાના તૈયાર થયેલો પાકને કયાં વેચવો તેવી મુશ્કેલ પડી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત ફેલાણી છે તેવા સમયે બાબરા તાલુકાના વલારડી ગામે ખેડૂતોને કોરોના વાયરસ અન્વયે પોતાનો તૈયાર થયેલો પાક ઘર આંગણે ખરાબ થઇ રહ્યો છે આવા સમયે સરકાર દ્વારા ૧7 મે સુધીનો લોકડાઉનનો સમય વધારાતાંં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે ન્યુઝ ટીમ ખેડૂતોને કોરોના વાયરસ અંતર્ગત પડતી મુશ્કેલી અંગેની વ્યથા સાંભળી હતી અને વધુમાં ધરતી પુત્રોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને વાડી ખેતરોમાં જવા છૂટછાટ આપી છે જેથી ખેડૂતો પોતાનો નિષ્ફળ જતો પાક તો બચાવી શકશે પણ તૈયાર થયેલા પાકને કયાં વેચવો તેવી મુશ્કેલીમાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here