કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી ડુમખલની ૬૦ વર્ષની વૃદ્ધનું પોતાના ઘરમાં મોત…કોરોના સામે જીતી પણ કેન્સર સામે હારી ગઈ…!!

નર્મદા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ(સેલંબા)

રાજપીપળામાં એકવાર અને ગોત્રી વડોદરા હોસ્પિટલમાં બે વાર એમ ત્રણ વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી ડુમખલ મોકલાઈ હતી

વૃદ્ધાનું કોરોનાથી મોત થયું નથી,વૃદ્ધાને કેન્સરની ગંભીર બીમારી હતી. નર્મદાનો ડેથ રેટ આજે પણ શૂન્ય – ડો કશ્યપ.

નર્મદા જિલ્લામાં કોરોના રહેલી ડુમખલ ગામની ૬૦ વર્ષની વૃદ્ધ મહિલા સવિતાબેન જાદવ કોરોના ને હરાવીને ગોત્રી હોસ્પિટલ વડોદરા થી સાજા થઇને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ઘરે રજા અપાઈ હતી. જેનું ગઇકાલે મોડી રાત્રે અવસાન થયું હતું. જોકે નર્મદાના એપેડેમીક ઓફીસર ડો. કશ્યપે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સવિતાબેન નું કોરોના થી મોત થયું નથી. આ મહિલાનું રાજપીપળામાં એકવાર અને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં બે વાર એમ કુલ ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને સાજા થઇ જતાં તેને વડોદરાથી પોતાના વતન દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામે જવા વૃદ્ધ મહિલાને રજા અપાઈ હતી. જોકે તેને કેન્સરની બીમારી નથી. તેનું મોત કોરોનાને કારણે થયું નથી નર્મદાનો ડેથ રેટ આજે પણ શૂન્ય હોવાનું જણાવ્યું હતું.
આમ સવિતાબેન કોરોનાને તો હરાવી પણ કેન્સરની ન હરાવી શકી, આમાં કોરોના ની લડાઈ જીતી જનાર સવિતાબેન કેન્સર સામે હારી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here