કોરોનની મહામારીને જોતા સરકાર સૈયદ અઝીમુદ્દીન મહમૂદ નુરૂલ્લાહ જીલાનીયુલ કાદરીનાં 32માં વાર્ષિક ઉર્સની અનોખી ઉજવણી…

બાસ્કા-હાલોલ (પંચમહાલ)
ઈરફાન શેખ

ગુજરાતનાં વડોદરા નગરમાં આવેલ ધનાનીપાર્ક મેમણ કોલોનીમાં મશહૂરો-માહરૂફ હઝરતની દરગાહ આવેલ છે

જે ઇસ્લામની અબકરી શકસિયત ઔલાદે રસુલ દિલબંદે અલી વ બતુલ ગુલશને હસની હુસૈની શગુફ્તાના ફૂલ શહેઝાદા-એ ગૌષે આઝમ મખદૂમેં ગુજરાત હુઝુરે સૈયદ અઝીમુદીન મહમુદ નુરુલ્લાહ જીલાનીયુલ કાદરી, ચિસ્તી, રિફાઈ, અલય્હિર્ર્હ્મા નો 32 માં ઉર્સની ઉજવણી અનોખા અંદાજમાં કરવામાં આવવાની છે.
આજે સમગ્ર વિશ્વ સહીત ભારત દેશ Covid 19 ની મહામારીથી જઝૂમી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વાયરસના કેસો ઘડિયાળનાં કાંટાની ગતિએ વધી રહયા છે તેને જોતા અગાવથી જ સરકાર સૈયદ અમીરબાવા દ્વારા સોશિયલ મીડિયા ઉપર Audio રેકોડિઁગ દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે સરકાર આઝીમે મિલ્લતનાં આસ્તાના ઉપર હરગીઝ આવવું નહીં તમો ઘરે રહી તીલાવતે કુરઆન, ફાતેહા ખાની ઘરે રહીને કરવી. અને વડોદરા ખાતે કોઈએ પણ આવવાની ઝહેમત ઉઠાવી નહીં.
વધુમાં જયારે જયારે પણ ઉર્સની ઉજવણી આવતી હોય ત્યારે ત્યારે શ્રધાળુઓ મુરીદિન ભાઈ ઈદની ખુશીની જેમ ઉજવણી કરતાં હોય છે અને દર વર્ષે અઝબડી મિલ યાકુતપુરાથી જુલુસે અઝીમીનું આગાઝ થતું હોય છે. જે ઝૂલુસ નાઅત, મન્કબત પઢીને યાકુતપુરા, માંડવી, ખાટકીવાળા, જહાંગીરપુરા, બાવામાનપુરા થઈ મેમનકૉલોની ખાતે દરગાહ શરીફ પર પહોંચતું હોય છે. અને આ જુલુસ જ્યાં સુધી પૂર્ણ નાં થાય ત્યાં સુધી પોલીસ પ્રસાસન ખડા પગે પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ આ વર્ષે Covid19 નાં કહેરને જોતા ખાનકાહે અહેલે સુન્નતની જાનીબથી સરકારશ્રીની ગાઈડ લાઈનને ધ્યાનમાં લઈ 10 થી 15 શ્રદ્ધાળુઓએ જ સંદલ શરીફ તારીખ 04/06/20 ને ગરૂવારના રોજ સંધ્યા કાળનાં સમયે સંદલ શરીફ ચડાવવામાં આવ્યો હતો. આ વર્ષે 32 માં વર્ષની ઉજવણી દરમ્યાન જે લાખોની સંખ્યાની જનમેદની જોવા મળતી હતી તે જોવા નાં મળતા શ્રદ્ધાળુઓ અને મુરીદિન ભાઈઓની લાગણી દૂભાઈ હતી.

પરંતુ કુરબાન જાએ સરકારે સૈયદ મોઈને મીલ્લત અને તેઓના ખાનદાન પર કે જેઓએ આવી કાળ જાળ મહામારીમાં પણ દેશ વિદેશનાં મુફ્તીએ ઈકરામ, ઓલ્માએ ઈકરામ અને સૂફી સંતોનો પ્રવચન તકરીર સન્ની મુસ્લિમો અને મુરીદિન ભાઈઓ સુધી પહોંચાડવા માટે તારીખ : 06/06/20 રાત્રી 9:30 કલાકે યૂટ્યૂબ AZIMI AUDIO CHANNEL ઉપર દેશો દુનિયાના મશહુરો મારુફ ઓલ્માએ ઈકરામનો તકરીરી પોગ્રામ LIVE પ્રસારિત કરવાનાં છે જેથી શ્રદ્ધાળુઓ અને મુરીદીનભાઈઓ આ CHANNEL ને SUBSCRIBED બેલ આઇકોન દબાવીને નિહાળી શકશે. જેથી કોઇ પણ શ્રધ્ધાળુઓ વડોદરા ખાતે નાં આવે અને ઘરે રહો સુરક્ષિત રહોનો સંદેશો આપેલ છે. અને વધુમા દર વર્ષે આસ્તાનાએ આઝીમે મીલ્લત ઉપર સમૂહ લગ્નનું આયોજન પણ ની-શુલ્ક કરવામાં આવતો હોય છે અને અહીંયા ગરીબી અમીરીનો ભેદ ભાવ રાખ્યા વગર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ Covid19 ની મહામારીને જોતા આ સમૂહ લગ્નનો પોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે. અને શ્રદ્ધાળુઓ અને મુરીદિન ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે ઘરે રહી અલ્લાહની બારગાહમાં દુવાઓ કરો કે આ કોરોના વાયરસથી સમગ્ર દુનિયાને મુક્તિ મળે. અલ્લાહ સરકાર સૈયદ આઝીમે મીલ્લતનાં સદકામાં આ કોરોના કહેરથી અમારા દેશને જલ્દથી મુક્ત કરે અને દેશમાં એમનો સુકુન અને એકતાનો માહોલ સદાબહાર રહે તેવી દુવાઓ પર્થનાઓ કરવા અપીલ કરી હતી.
:- ખાનકાહે અહેલે સુન્નત ઝિંદાબાદ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here