કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો…

ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના એન.એસ.એસ.વિભાગ દ્વારા તા.24 એપ્રિલથી ટેલિ કાઉન્સ લિંગ શરૂ કરાયેલ જેમા આજ સુધીમા 8681 નાગરીકોને કોલ કરી માનવભક્ષી એવા કોરોના અંગેની જરૂરી માહિતીથી અવગત કરી સમજાવવામાં આવ્યા હતા. જેમાં લોકોએ પણ આવકાર દાયક પ્રતિસાદ આપી એન.એસ.એસ.વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ કોરોનાના કહેરને લઈને આજે સમગ્ર વિશ્વ હેરાન-પરેશાન છે. ત્યારે માનવ સુરક્ષા કવચ સમાન એક માત્ર સામાજિક અંતર વિકલ્પ સ્વરૂપે જણાતા સરકાર દ્વારા સમસ્ત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ એ લોકડાઉનનો ચોથો ચરણ ચાલી રહ્યો છે. તેમછતાં લોકડાઉંન જેવી કપરી પરિસ્થતિમા પણ પ્રોફેસર અરૂણસિંહ સોલંકી તથા 5 એન.એસ.એસ. ના સ્વયંસેવકોએ કાઉન્સ લિંગની કામગીરી સારી રીતે નિભાવી તેથી કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા આજ રોજ ટેલિ કાઉન્સલિંગ હોલ ખાતે યુનિવર્સિટીના આસિસ્ટંટ રજીસ્ટ્રાર ડૉ.મુકેશભાઈ પટેલ,યુનિવર્સિટીના ઍન.ઍસ.ઍસ. કોર્ડિનેટર ડૉ.નરસિંહ ભાઈ પટેલ તથા બિલ્ડર મિતેશ ભાઈ બસરાનીની ઉપસ્થિતિમાં તમામ કોરોના વોરિયર્સનું પુષ્પગુછ અને પ્રમાણપત્ર આપી માન સાથે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓની ઉમદા સેવાની કદર કરવામાં આવી હતી. તેમજ શરૂઆતમા ઍન.ઍસ.ઍસ.ના સ્વયંસેવકોએ કોલેજ કેમ્પસમાં સફાઈ કરી નવ વર્ષની સ્વછ્તાની ઝુંબેશ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here