કેવડિયામાં છ ગામમાં જમીન સર્વેની કામગીરીના વિરોધમાં આદિવાસીઓના ટોળા.., સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા..!!

કેવડીયા કોલોની,(નર્મદા)
પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

કેવડિયામાં જમીન સર્વેની કામગીરીથી લોકોમાં ઉગ્ર રોષ…મરી જઈશું પણ જમીનનો નહીં આપીએ…!!

પોલીસ કાફલા સાથે સર્વે કરવા ગયેલી ટીમ સાથે ગ્રામીણ મહિલાઓએ ઉગ્ર બોલાચાલી કરી કામગીરી અટકાવી દીધી.

ગ્રામજનોએ તેઓના ગામોમાં સર્વે બંધ કરી દેવાની માંગ કરી

છેલ્લા ત્રણ દિવસથી કેવડિયામાં છ ગામોના જમીન સર્વેની કામગીરી અને લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. તેમાં આદિવાસીઓના ટોળા વિરોધ કરવાની ઉમટી રહ્યા છે. અને આદિવાસીઓના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડયા હતા. ગઈકાલે ગોરાનો એક પોઝિટિવ કેસો જોવા મળતા આ વિસ્તારમાં સઘન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નિવડતા આદિવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.
બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ બન્યા બાદ સરકાર આ વિસ્તારમાં પ્રવાસન વિકાસ કરવા માંગે છે આ વિસ્તારના નર્મદા જિલ્લાના કેવડિયા, કોઠી, વાઘોડિયા,
નવાગામ, લીમડી, ગોરા, વસતપુરા વગેરે ગામો છે એક જમીનનું સર્વે અને ફેન્સીંગ નું કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ગામના લોકો ભારે રોષે ભરાયો છે.
અનુસંધાને આખું ગામ કેવડીયાકોલોની પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ગ્રામજનોની માંગ છે કે તેઓએ પોતાની મહામૂલી જમીન નો ગુમાવી છે હવે તેમની જમીનો ને પચાવી પાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે ગ્રામજનો પોલીસ સ્ટેશને ધરણા પર બેસી ગયા હતા પોલીસ કાફલા સાથે સર્વે ટીમ કેવડીયા ગામે ગઈ હતી જેનો વિરોધ મહિલાઓએ કર્યો હતો અને ટીમે ગામમાં સર્વે કરવા દીધું નથી મહિલાઓ ઉગ્ર રજૂઆત કરી હતી અમે મરી જઈશ પણ અમારી જમીનો નહીં આપીએ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થતાં તે પહેલા મામલો શાંત પડ્યો છે પરંતુ હજુ પણ ગ્રામજનો વિરોધ હોઈ ગ્રામજનોએ તેઓના ગામોમાં સર્વે બંધ કરી દેવાની માંગ કરી છે.
ગોરાનો કોરોના પોઝિટિવ દર્દીને હિસ્ટ્રી જાણી તત્કાળ કડક પગલા લેવાની માંગ.નર્મદા જિલ્લા પ્રશાસન લોકડાઉનમા પણ આ ગામોની વિવાદિત જમીનોના સર્વે કરવા દોડી હતી,જમીન માપણીમા તો સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડી ગયા છે,તો પછી નર્મદા જિલ્લા વહિવટી તંત્રએ લોકોની જમીન માપણી સાથે લોકો ના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કર્યાં છે.
છેલ્લા ત્રણ દિવસ થી કેવડિયા વિસ્તાર મા લોકો ના ટોળેટોળા જેવા મળ્યા છે.ગોરાનો કોરોના પોઝિટિવ દર્દી ની હિસ્ટ્રી જાણી તત્કાળ કડક પગલાં લો અને આ લોકડાઉન મા કેવડિયા ના વહિવટદાર અને નાયબ કલેકટર ને કહો કે આ સમયે આવી મુર્ખામી ના કરે એવું આદિવાસી આગેવાનો જણાવી રહ્યા છે
છેલ્લા બે દિવસ થી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જમીન માપણી ની મુર્ખામી કરી પોલિસ કર્મચારીઓ, જમીન માપણી ના કર્મચારીઓ, અને આ ગામો ના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનો રોષ આદિવાસીઓએ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here