કેવડિયાના જંગલ સફારી પાર્કમાં જીબ્રાનું મોત : ગર્ભવતી સિંહણની પણ તબિયત લથડી…!!

કેવડીયા કોલોની,(નર્મદા)
સથીષ કપ્તાન

કેવડિયા સફારી પાર્ક માં જીબ્રા નું મોત થતા વન વિભાગમાં દોડધામ મચી છે. 1500 થી વધુ દેશી વિદેશી પ્રાણીઓ માં વિદેશી પ્રાણીઓ ની હાલત ખુબ ખરાબ થઇ રહી છે તંત્ર દ્વારા તેમની ખુબ કાળજી રાખવામાં આવી રહી છે. ખોરાક, પાણી અને ખાસ કરીને જરૂરી વેકશિન પણ આપવામાં આવે છે પરંતુ વિદેશી પ્રાણીઓના કોઈક ને કોઈક કારણે મોત થઇ રહ્યા છે. જેમાં તબીબો ની બેદરકારી કહી શકાય કે પછી ખોરાક ની પણ વિદેશી પ્રાણીઓ ખાસ કરી ને કૃમિ નો શિકાર બને છે. હાલ ગત રોજ જીબ્રાનું મોત પણ કૃમિ થઇ જવાના કારણે થઇ રહ્યું છે. જેથી ખોરાક પર પણ કાળજી રાખવા જેવી છે.

જંગલ સફારી પાર્ક માં તમામ વિદેશી પ્રાણીઓ અહીંના વાતાવર માં સેટ થઇ ગયા છે છતાં કોઈક ને કંઈક કારણે આ પશુઓ અને પક્ષીઓ મરી રહ્યા છે. ત્યારે મેડિકલ ટીમ અને ખોરાક ની પધ્ધતિ કે ખોરાક બદલવો જરૂરી બની ગયો છે. કેમકે મોટાભાગના વિદેશી પ્રાણીઓ કૃમિનો શિકાર બન્યા હોય એવો જંગલ સફારી તંત્ર માં રિપોર્ટ છે. આ બાબતે તંત્ર આંતરડું ફાટી જતા મોત થયાનું કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here