કેવડયા ખાતે નર્મદા પોલીસે વાહન ચાલકોને માસ્ક આપી નિયમોનું પાલન કરવા બોધ પાઠ આપ્યો…

કેવડીયા કોલોની,(નર્મદા)
વસીમ મેમણ

આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે પોલિસ દ્વારા આવતા જતા વાહન ચેકીંગ કરવામાં આવી હતી.જેમા લાઈશન્સ અને બીજા કાગળની ચેકીંગ કરવામાં આવી હતી અને આ ચેકીંગ દરમિયાન જે વાહન ચાલકોએ માસ્ક પહેર્યું ના હતું, એવા વાહન ચાલકો ને પી.એસ.આઈ.કે.કે.પાઠક દ્વારા સ્વખર્ચે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ મહામારી માં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આજ સુધી વિના મૂલ્યે હજારો માસ્કનું વિતરણ કરી પી.એસ.આઇ. કે.કે.પાઠક દ્વારા સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.પોતાની ઈમાનદારી અને નિષ્ઠાવાન કામગીરી માટે અનેક વખતે પીએસઆઇ પાઠકને જિલ્લા કલેકટર અને પોલીસ વડા તરફથી અનેક વખતે ઇનામ પ્રમાણપાત્રો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. અને માસ્ક વિતરણની સાથે કારણ વગર ઘરમાં થી બહાર ના નીકળો, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરો, પોતની અને પોતાના પરિવાર સુરક્ષા કરો,અને લોકડાઉનના નિયમોનું પાલન કરો એવી જાગૃતિ લાવા પી.એસે.આઇ. કે.કે.પાઠક અને તેમની ટિમ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જનતાએ પણ પોલીસને માન સહીત સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here