કેન્દ્ર સરકારે દેશના રેડ ઝોનનું લીસ્ટ બહાર પાડ્યું : પંચમહાલનુ નોન હોટસ્પોટ ‘ઓરેન્જ ઝોન’ માં સમાવેશ…

ગોધરા,

કલમ કી સરકાર : સાજીદ શેખ

ભારતમાં કોરોના ના કેસ ની સામે વડાપ્રધાન મોદી એ ૨૧ દિવસ નું બીજા ભાગનું લોક ડાઉન જાહેર કર્યું ત્યાર બાદ આજે દેશને ત્રણ અલગ અલગ ભાગ માં વર્ગીકૃત કરવામાં આવેલ હતું, જેમાં દેશના ૧૭૦ જિલ્લાઓને હોટ સ્પોટ (રેડ ઝોન) માં રાખવામાં આવેલ છે, અને અન્ય ૨૦૭ જિલ્લાઓને નોન હોટ સ્પોટ જિલ્લા (ઓરેન્જ ઝોન) ઓળખવામાં આવેલ છે.

આ બન્ને ઝોન માં ન આવતા હોય તે તમામ જિલ્લાઓ ગ્રીન ઝોન માં સમાવેશ કરવામાં આવે છે.

રેડ ઝોનમાં મૂકવામાં આવેલ જિલ્લા માં દેશના તમામ પાટનગર, શહેરો, રાખવામાં આવેલ છે. જેમ કે, મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, કોલકત્તા, પુના, હૈદરાબાદ, જયપુર, કોઇમ્બતુર, નાગપુર, ઇન્ડોર, ભોપાલ, મૈસુર, બેંગ્લોર (ફકત શેહેર જ) જમ્મુ – શ્રીનગર ઉપરાંત ના શેહરોનો સમાવેશ છે.

ગુજરાતમાંથી હોટ સ્પોટ – રેડ ઝોનમાં પાંચ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ ગુજરાત માં પોઝિટિવ કેસ ધરાવતું અમદાવાદ, ત્યાર બાદ વડોદરા, સુરત અને સૌરાષ્ટ્ર કચ્છ માંથી રાજકોટ અને ભાવનગર નો સમાવેશ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત હોટસ્પોટ જિલ્લો (રેડ ઝોન) ક્લસ્ટર સાથે ગુજરાતનું પાટણ પણ સમાવેશ કરવામાં આવેલ છે.
નોન હોટ સ્પોટ જિલ્લાઓ (ઓરેન્જ ઝોન) માં ગુજરાતના ગાંધીનગર, ભરૂચ, આણંદ, કચ્છ, પોરબંદર, છોટા ઉદેપુર, મહેસાણા, ગીર સોમનાથ, દાહોદ, જામનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ નો સમાવેશ કરવામાં આવેલ છે.

જે ગુજરાતમાં જિલ્લાઓ રેડ ઝોન અને ઓરેન્જ ઝોન માં નથી તે સીધા ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે, જેમ એક જૂનાગઢ, દ્વારકા, સુરેન્દ્રનગર, વગેરે સહિત અનેક જિલ્લાઓ ગ્રીન ઝોન માં આવશે.

આ ઉપરાંત નોન હોટસ્પોટ જિલ્લાઓ (ઓરેન્જ ઝોન) દેશના અન્ય ૨૦૭ જિલ્લાનો સમાવેશ થાય છે.

હોટ સ્પોટ જિલ્લામાં રેડ ઝોનમાં થી ઓરેન્જ ઝોનમાં સતત ૧૪ દિવસ કોઈ પણ કેસ નોંધાય નહિ તો જ ઝોન બદલવામાં આવશે. ઓરેન્જ માં આવ્યા પછી સતત ૧૪ દિવસ સુધી અન્ય કેસ ન થાય તો તેને ગ્રીન ઝોનમાં સમાવેશ થઈ શકશે.
આ દિવસો દરમ્યાન ગ્રીન અથવા ઓરેન્જ ઝોનમાં કેસ નોંધાય તો તેની કેટેગરી બદલી શકે છે.
આ ઉપરોક્ત તમામ ઝોન નું વર્ગીકરણ કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કરવામાં આવેલ છે.
હોટસ્પોટ રેડ ઝોન માં કડકાઈ થી લોક ડાઉન ની અમલવારી થઈ શકે છે અને દર સોમવારે દર એક ઝોન ના જિલ્લાનું રિવ્યૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here