“કુદરતનો અભેદ સંકેત”…કોરોનાના કહેરની સાથે કમૌસમી વરસાદ પડતા માનવજીવોમાં ફફડાટ..

છેલ્લા કેટલાય દિવસોથી કોરોના વાયરસની જીવલેણ બીમારીએ વિશ્વભરને બાનમાં લીધુ છે,જેને લઈને સમગ્ર માનવ જીવનમાં ભયનો માહોલ પ્ર્શારાઈ ગયો છે. તેમજ કુદરત પણ નારાજ હોય એમ કોરોનાની સાથે-સાથે વાતાવરણમાં અચાનક પલટો લાવી વગર મૌસમે વરસાદ વરસાવી રહી છે….જેના કારણે વિધિનો વિધાતા શું સંકેત આપી રહ્યો છે એની અસમંજસમાં માનવીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

પ્રાકૃત્રિક ચમત્કારો કરવાની આદતથી ટેવાઈ ગયેલા ચીનમાં જન્મ લઇ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભારતને પણ લોકડાઉન થવા મજબુર કરી દીધો છે,ઈશ્વર..અલ્લાહમાં આસ્થા રાખનાર ભારતની ભોળી પ્રજા આજે પોતાની શ્રધ્ધાનાં દ્વારો બંધ કરી ઘરોમાં કેદ થઇ ગઈ છે. અને ઘરોમાં રહી પોત પોતાની આસ્થા મુજબ કુદરતને મનાવવાનાં પ્રયાસો કરી રહી છે એવામાં છેલા ત્રણ દિવસ અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક નગરોમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે, જેને જોઇને માનવજીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કેહાવાતા ગોધરા નગરમાં ગત રોજ સંધ્યાકાળથી વાતાવરણમાં અચાનક બદલાવ દેખાઈ રહ્યો હતો અને રાત્રીના આશરે ૧ : ૦૦ કલ્લાકે ભારે હવાની સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. કોરોના વાયરસના પ્રકોપે સમગ્ર ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરીકો પોત પોતાના ઘરોમાં કેદ હતા પરંતુ અમુક નાસમજ લોકોને લોકડાઉનની અમલવારી કરાવતા પોલીસ કર્મીઓ આ અચાનક વરસી રહેલા વરસાદમાં અટવાઈ પડ્યા હતા.આજે દેશવાસીઓનાં હિત ખાતર અને કોરોનાની મહામારીથી જનજનને બચાવવા પોતાનાં ઘરબાર અને પરિવારથી દુર રહી પોલીસ કર્મીઓ પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને એવામાં કમૌસમી વરસી રહેલો વરસાદ એમને કેટલી હદ સુધી પ્રતાડિત કરી ગયો હશે એ તો એમનું જ મન જાણતું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here