કાલોલ : સોશિયલ મીડિયામાં વાયરલ વિવાદીત પોસ્ટ બાબતે ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર અપાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સમાજમા ભાગલા પાડવાની મેલી મુરાદ ધરાવનારા તત્વો સામે આક્રોશ વ્યકત કર્યો

કાલોલ ખાતે આજરોજ શનિવારે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના નાગરીકો દ્વારા સર્કીટ હાઉસ થી રેલી સ્વરૂપે કાલોલ મામલતદાર અને કાલોલ પીએસઆઇ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે કેટલાક તત્વો સોશીયલ મિડીયા ના માધ્યમથી ક્ષત્રીય સમાજના ભાગલા પાડવાને ઈરાદે હલકી કક્ષાની ભાષા વાપરીને સમાજના કેટલાક લોકોને નીચા દેખાડવાના ઈરાદે હલકી ભાષા વાપરીને ગંદી ગાળો બોલી તેનો ઓડિયો સોશીયલ મિડીયા પર વાઈરલ કરી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે જેને પરિણામે સંખ્યાબંધ યુવાનો અને કાલોલ તાલુકાના અગ્રણી ભાજપ ના ક્ષત્રીય આગેવાનો સાથે આવા લોકો સામે આઇટી એક્ટ હેઠળ તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરવા ની માંગ સાથે રજુઆત કરી છે.

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયામાં ત્રણેક દિવસથી ગોધરા તાલુકાના હસમુખસિંહ રાઠોડે મુકેલ ઓડિયો ક્લિપ મા કરણી સેના ના નરેંદ્રસિહ પુવાર અને ડેરોલ ગામના ચિરાગસિંહ સોલંકી વચ્ચેની વાતો નો વાર્તાલાપ છે જેમા હાલોલ તાલુકા ની એક કંપની ના કર્મચારીઓ ની બાબતે કરણી સેના ના પ્રમુખે મેનેજમેન્ટ નો પક્ષ લેવાનો આક્ષેપ કરી આ બાબતે વાતચીત દરમ્યાન બન્ને પક્ષો એક બીજાને ગંદી બીભત્સ ગાળો બોલતા સંભળાય છે અને એકબીજાને પોતેજ અસલી રાજપુત હોવાનુ જણાવી રહ્યા છે. ઝગડો છેક બારીયા સમાજ અને રજપુત સમાજ ના વાદ વિવાદ સુઘી પહોંચી ગયો હતો સમગ્ર વાતચીત ની બે કલીપો ભેગી કરીને વાઈરલ કરાતા કાલોલ તાલુકાના ક્ષત્રીય સમાજના અગ્રણીઓ અને યુવાનો એકત્ર થયા હતા અને સમાજને હલકો પાડનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here