કાલોલ : સંજીવની હોસ્પિટલના ડોક્ટર સહિત ત્રણનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

હાલોલનો સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ એવા દર્દીએ પોતાની સારવાર કાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલમાં કરાવેલી

હાલ ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોનાના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, આજે ભારતમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોધાઇ રહ્યો છે, જયારે ગુજરાતમાં પણ કોરોનો કહેર ચરમ સીમાએ પહોંચી ગયો છે અને પંચમહાલ જીલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં કોરોના પોઝિટીવ કેસોનો એક પછી એક રાફડો ફાટ્યો હતો જ્યારે થોડા દિવસો અગાઉ હાલોલનો સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો જે દર્દીએ દર્દી અલ્લારખા દેલોલિયા કે જેની સારવાર કાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલમાં થયેલી તે હોસ્પિટલના ડોક્ટર તથા સંપર્કમાં આવેલ અન્ય ૨ સ્ટાફ સહિત ત્રણનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કાલોલના નગરજનો અને વહીવટી તંત્રએ રાહત અનુભવી છે.તાલુકા હેલ્થ અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે આ તમામનો કોરોનટાઈન પિરિયડ શુક્રવારે પૂરો થાય છે જેથી પુનઃ રિપોર્ટ કરાવ્યા બાદ પુ નઃ નેગેટિવ આવ્યા બાદ જ તેઓને રજા આપવામાં આવશે. આમ કોરોના સંક્રમણ અંગેની ખૂબ મોટી ઘાત કાલોલના માથેથી ટળી જતા કાલોલના બહુમતિ નગરજનોએ ઈશ્વરીય સંકેત માની પરમકૃપાળુ પરમાત્માનો આભાર વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here