કાલોલ શહેર તથા તાલુકાના પોઝીટીવ બનેલા ચાર દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેર તથા તાલુકાના અગાઉ પોઝીટીવ બનેલા ચાર દર્દીઓએ કોરોનાને માત આપી સ્વગૃહે પરત ફરતાં મોટી રાહત મળી હતી. જેની વિગતો મુજબ અગાઉ ગત ૧૪/૦૬એ પોઝીટીવ બનેલા ચાર દર્દીઓને ગોધરા ખાતે કોરોના હોસ્પિટલમાં સારવાર લેતા હતા. જ્યાં બાર દિવસની સારવારને અંતે ચારેય દર્દીઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા શુક્રવારે આ ચારેય દર્દીઓ નામે (૧) સંજયકુમાર વિઠ્ઠલભાઈ દરજી (ઉ.વ -૩૨ રહે-પટેલ ફળીયુ ,રામનાથ) (૨) શેઠ જીજ્ઞેશકુમાર મહેશભાઈ (ઉ.વ -૨૯ રહે -શેઠ ફળીયુ ,કાલોલ) (૩) પ્રતીકભાઈ ભીખાભાઇ કાછીયા(ઉ.વ -૪૨ ,રહે -પારા ફળીયુ ,મલાવ) કોરોનાને માત આપતા તેઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી મુક્ત કરી પ્રાથમિક રિકવરી માટે ગોધરા સ્થિત મકાઈ સંશોધન કેન્દ્રના સરકારી કવેરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતાં. જેઓ ને રવિવાર ના રોજ સ્વગૃહે પરત લાવવામાં આવ્યા હતાં. (૪) શકુંતલાબેન દિલીપસિંહ સોલંકી (ઉ.વ -૫૩ ઓમ ડુપ્લેક્ષ ,કાલોલ) તાજપુરા ખાતે સરકારી કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતાં.જેઓને શનિવારે ના રોજ સ્વગૃહે પરત લાવવામાં આવ્યા હતાં.
આમ કાલોલ વિસ્તારના કુલ ૧૬ પોઝીટીવ કેસો પૈકી ૨ મોત અને ૧૨ અસરગ્રસ્તોને કોરોના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતાં હવે માત્ર ૨ જએક્ટીવ કેસો કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ જાણકારી આપી હતી.

કોરોનાને મ્હાત આપી પરત ફરતા દરદીઓ

કાલોલ શહેર અને તાલુકામાં કોરોના અપડેટ 
એરાલ- ૧ (રિકવર) 
વેજલપુર – ૧(રિકવર) 
મલાવ – ૩ (૧-મોત) (૨-રિકવર)
કંડાચ – ૧ (રિકવર) 
રામનાથ – ૧ (રીકવર)
કાલોલ શહેર – ૯ (૧-મોત) (૬-રિકવર ) 
કુલ કેસો=૧૬
રિકવર=૧૨
મોત=૦૨
સારવાર હેઠળ=૦૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here