કાલોલ મામલતદાર કચેરી ખાતે હીરો મોટો કોર્પ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ૨૫૦ જેટલી કિટોનું વિતરણ કરાયું…..

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરથી પીડાઈ રહ્યું છે અને ભારત સહીત ગુજરાતમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઇ કોરોના વાઈરસની મહામારીથી બચવા સમસ્ત ભારતભરમાં લોકડાઉન જાહેર કરેલ છે અને આ લોકડાઉનના કારણે શ્રમજીવીઓ, ખેતમજૂરો, રોજેરોજ કમાનાર વર્ગને ખુબજ તકલીફ પડી રહી છે ત્યારે શુક્રવારે કાલોલ મામલતદાર કચેરીમાં હીરો મોટો કોર્પ દ્વારા અનાજ, કરીયાણાની ૨૭ કીલોની એક એવી ૨૫૦ જેટલી કિટોનું વિતરણ કંપની ના એચ.આર.ડી મેનેજર સંજય જોશી તથા મામલતદાર પી.એમ જાદવ નાયબ મામલતદાર મનોજ મિશ્રા ની હાજરીમાં કરવામાં આવ્યું જે પૈકી ૫૦ કિટો અલવા ગામના સરપંચને તેમના વિસ્તારમાં વિતરણ કરવા માટે આપી હતી હીરો કંપની દ્વારા દરરોજ સવાર સાંજ જરૂરિયાતમંદોને ( ફુડપેકેટ) જમવાનું પણ આપવામાં આવે છે. દરરોજ ૨૨૦૦ લોકોને ૨૩ માર્ચથી લાભ આપી રહ્યા છે અને લોકડાઉન બાદ પણ આપશે કંપનીની મેડીકલ વાન પણ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મુકેલ છે. ૨૦ લિટર સેનેટાઈઝર મામલતદાર કચેરીમાં આપેલ છે અને એ પ્રમાણે હાલોલ મામલતદાર કચેરીમાં પણ કિટો આપવામાં આવશે તેમ મેનેજર સંજય જોષીએ જણાવ્યું છે..ખરેખર કંપની દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવે છે.પરંતુ શનિવારે અને રવિવારે સવારે પણ કિટો ના વિતરણની વાત સાંભળી ઘણા બધા લોકો જેમાં મહિલાઓની સંખ્યા ઘણી હતી તેઓ કીટ મેળવવાની આશાએ મામલતદાર કચેરીમાં એકઠા થયેલા પરંતુ કિટોનું વિતરણ થઈ ગયું હોઈ તેઓ ખાલી હાથે પરત ફર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here