કાલોલ મામલતદાર અને સર્કલ મામલતદાર દ્વારા મલાવ રોડ ઉપરથી ગેરકાયદે રેતી ભરેલ એક ટ્રકને ઝડપી પાડી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે ખનીજ ચોરીની મળેલ ફરિયાદ સબબ કાલોલ તાલુકાના મલાવ રોડ ઉપર નજીક આવેલ ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રેતી વહન કરી આવતી ટ્રકને ઝડપી ભૂમાફિયાઓ વિરોધ મોડી સાંજે તાલુકા પ્રશાસને નક્કર કાર્યવાહી કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કાલોલ મામલતદાર વાય.જે. પુવાર અને સર્કલ મામલતદાર દ્વારા રેતી ભરીને લઈ જવાતી એક ટ્રકને ઝડપીને સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ વિરોધ નક્કર કામગીરી કરી ટ્રકને કબજે કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા ગેરકાયદે રીતે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ મામલતદાર સાથે સર્કલ મામલતદાર વેજલપુર દ્વારા મોડી સાંજે છ વાગ્યાના સુમારે મલાવ રોડ ઉપર ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ભરીને આવતી એક ટ્રક જીજે-૧૬-વી-૬૭૪૪ નંબર ના ચાલક ને પકડી તેની પાસે રોયલ્ટી બાબતે પુછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ પાસ પરમીટ ન હોઇ કાલોલ મામલતદાર દ્વારા ટ્રકને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here