કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટર લાઈનના પથ્થરો ઉખડી જતા બેંક અધિકારીની કાર ફસાઈ… પોસ્ટ ઓફિસ પાસે પણ આવી દશા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવા બજાર પાસે મંગળવારે સવારે ગટર લાઈનની નીકનો એક પથ્થર તૂટી જતા બેન્ક ઓફ બરોડાના કર્મચારી પોતાની કાર લઇને એ રસ્તેથી પસાર થતા કારનું આગળનું વ્હિલ ગટર લાઈનમાં પડતા કાર ગટર લાઇનની નીકમાં ખાબકી હતી આસપાસથી લોકોનું ટોળું થઈ જતા મહા મુસીબત ધક્કા મારીને ગટર લાઈન માંથી કારને બહાર કાઢી હતી. સદર બાબત હાઈવેની નિભાવણી અને મરામત કરનાર એલ એન્ડ ટી ના હસ્તકમાં આવતી હોવાથી મીડિયા દ્વારા એલ એન્ડ ટી માં રજૂઆત કરી હતી જેથી તાકીદે ઉખડી ગયેલા પથ્થર બેસાડવાનું કામકાજ કરવામા આવે અને તૂટેલા પથ્થરો તાત્કાલિક બેસાડવામાં આવે જેનાથી સંભવિત અકસ્માતો નિવારી શકાય. આ જ પ્રમાણે કાલોલ પોસ્ટ ઓફિસ પાસે મુખ્ય રસ્તા ઉપર ગટર લાઈનના પથ્થરો છેલ્લા એક વરસથી વારંવાર તૂટી જાય છે અને ત્યાં પણ મોટા ખાડા પડે છે કાલોલ નગરપાલિકા દ્વારા આ જગ્યાએ કાયમી ઉકેલ લાવવા માટે લોખંડ ની જાળી નો વિકલ્પ અજમાવાય તેવી નગરજનોની માગણી છે જેથી કરીને વારંવાર તૂટી જતા પથ્થરોં ને કારણે લોકો અકસ્માતના ભોગ બનતા અટકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here