કાલોલ પોલીસ સ્ટેશનમાં વિજેન્દ્રસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને માન સન્માન સહિત ફૂલહાર અર્પણ કરાયા….

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસ સ્ટેશનમાં શહીદ પી.એસ. આઈ ની પુણ્યતિથિ નિમિત્તે ફૂલ હાર અર્પણ કરતા અધિકારીઓ

કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાલુ ફરજ દરમ્યાન તા ૦૭/૦૫/૨૦૧૩ ના રોજ શહીદ થયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજેન્દ્રસિંહ એન પરમાર ની પુણ્યતિથિ હોવાથી કાલોલ પોલીસ સ્ટેશન ના પ્રાંગણમાં તત્કાલીન પોલીસ અધિક્ષક રાધવેન્દ્ર વત્સ ના હસ્તે સ્થાપિત તેઓની પ્રતિમા ને સ્વચ્છ કરી ,કુમકુમ ચાંદલો,અગરબત્તી કરી પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા આઈ.પી.એસ પૂજા યાદવ, પી.એસ.આઈ કે.એચ. કારેણા,ટાઉનબીટ ચંદનસિંહ,પી.એસ.ઓ રમેશભાઈ વણજારા અને તમામ સ્ટાફ દ્વારા હાર ચડાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી તેઓને યાદ કરી તેઓની સેવા ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here