કાલોલ પોલીસે “May I Help You” સૂત્રને સાકાર કરી બતાવ્યો…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલમાં નોકરી કરતા અને લોકડાઉનમાં એકલવાયા બનેલા ઉત્તર પ્રદેશના એક શ્રમજીવીએ ટવીટને આધારે મદદ માંગી અને જવાબમાં કાલોલ પોલીસે જરૂરી રસોઈ સામાન સહિત સાધન સામગ્રીની મદદ કરી.

કાલોલ પોલીસે આપેલી માહિતી મુજબ મુળ ઉત્તર પ્રદેશનો અને હાલમાં કાલોલ સ્થિત ભાડાના મકાનમાં રહીને જીઆઇડીસીની એક કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરી લોકડાઉનમાં ફસાયેલા અને એકલવાયુ ગુજરાન ચલાવતા એક પરપ્રાંતીય યુવક નામે પ્રશાંતકુમારે શનિવારે તેના ટ્વીટર એકાઉન્ટના માધ્યમ દ્વારા પંચમહાલ પોલીસને ટેગ કરી લોકડાઉન દરમ્યાન પોતાને રસોઇ માટે મદદ કરવા માટે ટ્વીટ કરી હતી. જે ટ્વીટના જવાબમાં પંચમહાલ પોલીસે તેનો મોબાઇલ નંબર લઈને ફોન પર તેની આપવીતી જાણીને પંચમહાલ પોલીસે પરપ્રાંતિય યુવકને મદદરૂપ થવાનું કામ સ્થાનિક કાલોલ પોલીસને સોંપ્યું હતું. જેને આધારે કાલોલ પોલીસે કાલોલ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં એકલવાયુ જીવન ગુજારતા પશાંતનો સંપર્ક કરીને તેને માંગેલી મદદ ઉપરાંત જરૂરી ચીઝવસ્તુઓ અંગે પણ પુછપરછ કરી ગણતરીના કલાકમાં રવિવારે સવારે એ યુવકની જરુરીયાત મુજબ નવો ઈંડકશન સ્ટવ ઉપરાંત લોકડાઉન દરમ્યાન રસોઈ માટે જરૂરી રાશન કરિયાણા સહિત સાધન સામગ્રીની મદદ પહોંચાડી પોલીસ તંત્ર એ જનતાના મિત્ર હોવાના માનવીય અભિગમનો દાખલો બેસાડયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંતકુમાર મુળ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરનો વતની હતો જે હાલોલ જીઆઇડીસીની એક ખાનગી કંપનીમાં પાછલા બે ત્રણ વર્ષથી એન્જીનીયર તરીકે નોકરી કરી કાલોલના એક ભાડાના મકાનમાં એકલા જ રહેતો હતો. તે યુવકના જણાવ્યા મુજબ લોકડાઉન દરમ્યાન તેની પાસે થોડું રાશન તો હતું પરંતુ રસોઈ બનાવવા માટેનો પોતાનો ઇન્ડક્શન સ્ટવ પાછલા બે ચાર દિવસથી બગડી ગયો હતો. જેથી લોકડાઉનના કારણે હોટલ પણ બંધ, દુકાનો પણ બંધ હોવાથી સ્ટવને રિપેર કરવો મુશ્કેલ બની ગયું હતું. જેથી એ પોતાના માટે ભોજન પણ બનાવી શકતો નહોતો. જેથી તેને સોશ્યિલ મીડિયાના માધ્યમથી પંચમહાલ પોલીસની મદદ માંગી હતી. જે મુજબ પંચમહાલ અને કાલોલમાં ટાઉન જમાદાર તરીકે ફરજ બજાવતા ચંદનસિંહે સંવેદના દાખવી પોતાના અંગત ખર્ચે નવા ઇન્ડક્શન સ્ટવ અને યુવક પાસે રાશન પણ ઓછું હોવાનું જાણી આગામી દિવસો માટે જરૂરી રાશન સામગ્રીની પણ મદદ પૂરી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here