કાલોલ પોલીસે જુગાર રમતા આઠ સકુનીઓને ત્રણ મોટર સાયકલ, રૂ ૭૧,૧૪૦/ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને જિલ્લામાંથી દારૂ અને જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સુચના મુજબ કાલોલના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોર પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના નેવરીયા ગામે વસાહત પાસે ખુલ્લી સીમા ગોળ કુંડાળું કરી પાના પત્તાનો હારજીત નો જુગાર રમતા આઠ ઇસમોને દાવ પરના રૂપિયા ૩૮૪૦/ તથા અંગઝડતી માંથી રૂપિયા ૭૩૦૦/ મળી કુલ રૂ.૧૧,૧૪૦/ મોટરસાયકલ ૩ ની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/ મળી કુલ રૂ.૭૧,૧૪૦/ના મુદ્દામાલ ઝડપી પાડી નંબર (૧ )સંજય માંનકર (૨ )બચુભાઈ વસાવા( ૩ )ગોપાલભાઈ તળાવીયા( ૪) અનોપસિંહ વાઘેલા (૫) હિતેશભાઈ પટેલ (૬ )યોગેશ ઊર્ફે ભગો પરમાર (૭ )રવિન્દ્ર ઉર્ફે સલીમ ગોહિલ (૮ )હરેન્દ્રસિંહ રાજ ની અટક કરી જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here