કાલોલ પોલીસે ગતરોજ જાહેરનામા ભંગના ૧૪ ગુના દાખલ કરી ૧૭ ઈસમોની ધરપકડ કરી…

કાલોલ (પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

જાહેરનામાં ભંગના સૌથી વધુ ૯ કેસ સડક ફળીયા- ભાથીજી મંદિર-ગધેડી ફળીયાના વિસ્તારમાંથી ઝડપાયા

જાહેરનામા ભંગમાં ગતરોજ એક વાસણના વેપારીની પુનઃ અટકાયત કરવામાં આવી

ભારત સહીત ગુજરાત રાજ્યમાં પ્રસરાય રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને સરકારે પંચમહાલ જીલ્લાને રેડ ઝોનમાં મુકેલ તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજ-વસ્તુ સિવાયની તમામ વસ્તુઓની ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા બહાર નીકળવાના સમયે નાક મો ઢાંકીને માસ્ક પહેરવાનું ફરજીયાત કરેલ છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને વગર કારણે આંટા ફેરા મારતા જોવા મળે છે તેમજ પોતાના અને અન્યોના જીવને જોખમમાં મૂકે છે. કાલોલ પોલીસ દ્વારા શુક્રવારે નગર અને તાલુકાના ગામોમાં કામ વગર આંટા મારતા, માસ્ક પહેર્યા વિના ફરતા અને સોસીયલ ડિસ્ટન્સ વગર દુકાન ખોલતા વેપારી સહિત કુલ ૧૭ ઇશમોની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે સૌથી વધુ ૯ કેસ જાહેરનામા ભંગના સડક ફળીયા- ભાથીજી મંદિર-ગધેડી ફળીયાના વિસ્તારમાં થી થયા છે.ડેરોલ ગામ અને ડેરોલ સ્ટેશન માં થી પણ કુલ ૬ ઈસમો ની અટકાયત કરી છે. જાહેરનામા ભંગ માં આજરોજ એક વાસણ ના વેપારી ની પુનઃ અટકાયત કરવામાં આવી છે.આમ કાલોલ પોલીસ સ્ટેશન નો હાલ ચાર્જ લીધેલ પી.એસ.આઈ ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉન નું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here