કાલોલ પોલીસનો સપાટો…જાહેરનામાના ભંગ બદલ ૯ વ્યક્તિની અટકાયત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. સરકારે પંચમહાલ જીલ્લાને રેડ ઝોનમાં મુકેલ અને જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલીક જીવન જરૂરી ચીજો સિવાયની તમામ વસ્તુઓની ખરીદી-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તથા બહાર નીકળવાના સમયે નાક મો ઢાંકીને માસ્ક પહેરવાનું ફરજીયાત કરેલ છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને વગર કારણે આંટા ફેરા મારતા જોવા મળે છે અને પોતાના અને અન્યોના જીવને જોખમમાં મૂકે છે. કાલોલ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કામ વગર આંટા મારતા, માસ્ક પહેર્યા વિના,ડબલ સવારીમાં નીકળી જતા લોકો ઉપરાંત સોસીયલ ડિસ્ટન્સની જાળવણી કર્યા વગર વેપાર કરતા વેપારીઓ ઉપર કાલોલ પોલીસે લાલ આંખ કરી છે અને વખતોવખત આ નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. રવિવારે કાલોલ નગરમાં બસસ્ટેન્ડ, કસબા, સ્ટેશન રોડ,મેઈન બજારતથા ડેરોલ સ્ટેશન માંથી ૯ જેટલા વ્યક્તિઓને જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.આમ શનિવારે તથા રવિવાર મળી કુલ ૧૬ જેટલા વ્યક્તિ ઓની કાલોલ પોલીસ સ્ટેશનના દ્વારા અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here