કાલોલ પુરવઠા કૌભાંડમાં સામેલ અધિકારીને તે જ કચેરીમાં શિરપાવ મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એક આરોપીના સગાને કાલોલમાં પુરવઠા મામલતદાર તરીકે તાજેતરમાં જ હટાવાયા તો આરોપી અધિકારીને શિરપાવ કયા કારણે..?

કાલોલમાં ગત વર્ષે બહાર આવેલ રૂ.૩,૪૪,૩૯,૩૪૫/૭૯ નું પુરવઠા ગોડાઉન નું કૌભાંડ જેમાં ૧૪૮૫૬ કટ્ટા ઘઉં તેમજ ચોખાના ૨૭૦૦ કટ્ટા તથા ખાંડના ૧૮ કટ્ટા તેમજ ૩ ટીન કપાસિયા તેલ એમ મળીને કરોડો રૂપિયાની કિંમતનું સરકારી અનાજ સગેવગે કરી સરકાર સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી પોતાના અંગત લાભ માટે કાળા બજારમાં વેચી દેવા ના આરોપો દસ જેટલા શખ્સો સામે લગાવવામાં આવેલા આ સમગ્ર કૌભાંડ ૧લી એપ્રિલ ૨૦૧૫ થી ૨૭ એપ્રિલ ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ જે સમયગાળા દરમિયાન ફરજ બજાવતા જુદા જુદા સરકારી અધિકારીઓને પણ આરોપી તરીકે ફરિયાદમાં બતાવવામાં આવેલા જે આરોપીઓ પૈકી આરોપી નંબર ( ૭) કે આર દેવળ એટલે કે કનુભાઈ રત્નાભાઈ દેવળ જે તે સમયે નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-૨ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની જિલ્લા કચેરી ગોધરા ખાતે ફરજ બજાવતા હતા જેઓએ તેમની ફરજ ના તારીખ ૨૭ એપ્રિલ ૨૦૧૭ થી ૫ મેં ૨૦૧૮ સુધી ના સમયગાળા દરમિયાન ગંભીર બેદરકારી રાખી કાલોલ ખાતે ના પુરવઠા ગોડાઉનમાં એક પણ વિઝીટ કરી નથી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા બનાવેલ ભૌતિક જથ્થાનો ખોટો રિપોર્ટ કોઇપણ પૂર્વ ચકાસણી કર્યા વગર વડી કચેરીએ મોકલી દીધો તથા કાલોલ પુરવઠા ગોડાઉનમાં છેલ્લા એક વર્ષમાં આરો પત્રક, ફોર્મ નંબર ૮ નો જથ્થો, ટીપી મુજબ તથા વિતરણ અને ડિલિવરી ચલણ ની ખરાઇ પણ કરી નથી અને તે રીતે પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી આરોપીઓને મદદગારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે તેવા સરકારી અધિકારીને પ્રમોશન આપી તા ૦૯/૦૫/૨૦૨૦ થી તે જ કચેરીમાં મુકવા પાછળનું શું કારણ..

સરકારી અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની જુદી-જુદી કલમ હેઠળ પણ ગુનો દાખલ કરેલ છે. સદર કનુભાઈ દેવળ જામીન પર છૂટેલા છે અને તપાસ કરનાર અધિકારીની રહેમ દિલ નજર હેઠળ(આ આરોપી સામે કોઈ પુરાવા નથી તેવા કારણસર) અન્ય ચાર આરોપીઓ સાથે આરોપી તરીકે ચાર્જ શીટ માંથી કમી થયેલા છે. કાલોલ પુરવઠા ગોડાઉનમાં થયેલ કૌભાંડમાં કુલ ૯ આરોપી હતા તથા તપાસ દરમિયાન એક આરોપી નો ઉમેરો કરવામાં આવેલ તદુપરાંત એક આરોપી ગુજરી ગયેલ તેમ છતાં પાંચ જેટલા સરકારી અધિકારીઓને તેમની સામે ગુનો બનતો નથી તેવું દર્શાવી બાકીના કુલ પાંચ આરોપી સામે જ ચાર્જશીટ કરવામાં આવેલ જે બાબત પણ ચર્ચાસ્પદ બની રહી છે. તાજેતરમાં કાલોલ ખાતે ની પુરવઠા કચેરીમાં નાયબ મામલતદાર તરીકે એક આરોપીની પત્ની ની નિમણૂક થતાં ખૂબ મોટો હોબાળો મચ્યો હતો અને વહીવટીતંત્ર એ તાત્કાલિક ધોરણે આરોપીની પત્ની ને કાલોલ પુરવઠાના નાયબ મામલતદાર તરીકે હટાવી લીધેલ ત્યારે આ કે આર દેવળ ને ગોધરા સ્થિત નાગરિક પુરવઠા નિગમની કચેરી માં બઢતી સાથે નિમણૂક આપવા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયા છે જો આરોપીના સગાને હટાવી દેવાતા હોય તો ખુદ જે આરોપી હતા તે જ અધિકારી કે જેઓ એ ભૂતકાળમાં ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવી છે તેવો આક્ષેપ હોવા છતાં એજ કચેરીમાં તેની નિમણૂક કરવાનો શો અર્થ..? જે અધિકારીએ ભૂતકાળમાં નાયબ મેનેજર તરીકેની ફરજ દરમિયાન ગંભીર બેદરકારી રાખી હોય અને આવા અધિકારીઓને કારણે સરકારી અનાજ બારોબાર સગેવગે થઈ જતું હોય તે અધિકારીને તે જ કચેરીમાં પ્રમોશન આપવાનું શુ કારણ તે ખૂબ જ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ બાબતે સંજ્ઞાને લેવામાં આવશે કે કેમ..!!

કાલોલ પુરવઠા કૌભાંડમાં સામેલ નં (૧) જી.એચ પરમાર માજી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર,(૨) કે આર દેવળ તત્કાલીન નાયબ જીલ્લા મેનેજર (૩) લાલજી મહેશ્વરી તત્કાલીન નાયબ જીલ્લા મેનેજર (૪) આંતરિક અન્વેષક મેહુલ પટેલ એન્ડ એસોસિયેટ્સ (૫) વિશાલ પી ડામોર આસિસ્ટન્ટ આ તમામ સરકારી અધિકારીઓ સીધી કે આડકતરી રીતે કાલોલના પુરવઠા ગોડાઉનના કૌભાંડમાં સંડોવાયેલા છે આંતરિક અન્વેષણ મેહુલ પટેલ તથા નિગમના પ્રતિનિધિ તરીકે ભૌતિક જથ્થા ની તા ૩૧/૦૩/૨૦૧૮ ની સ્થિતિએ કાલોલ પુરવઠા ગોડાઉનમાં ગણતરી સમયે હાજર રહેનાર વિશાલ પી ડામોર બંને ભેગા મળી ભૌતિક જથ્થાની ગણતરી ન કરીને કાગળ ઉપર ખોટો રિપોર્ટ તૈયાર કરી નિગમને ગેરમાર્ગે દોર્યા હોવાનો ગંભીર આક્ષેપ છે આ તમામ સરકારી અધિકારીઓ કોઈ અગમ્ય કારણોસર હાલના કેસમાં આરોપી તરીકે સામેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here