કાલોલ : પરપ્રાંતીયોને લઈ જતી બસો,ટેમ્પા,કાર પોલીસે રોકતા સ્થાનિકોના જીવ અધ્ધર થયા…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

પરપ્રાંતીયો વહન કરતા વાહનોમાંથી નીચે ઉતરી પડતા કોરોના સંક્રમણની દહેશત….

સરકાર દ્વારા રાજ્યમાં વસતા પરપ્રાંતીયો ને પોતાના વતન માં જવાની મંજૂરી આપતા આદેશો આપતા છેલ્લા બે દિવસ થી લકઝરી બસ,ટેમ્પો,કાર મારફતે મધ્યપ્રદેશ તરફ ત્રાફિક વધી રહ્યો છે આજ રોજ શનિવારે સવારે બોરૂ રોડ નજીક પેટ્રોલીંગ કરતી કાલોલ પોલીસે ઉપરથી આદેશ મળ્યા મુજબ સુરત અને વડોદરા તરફથી આવતી ખાનગી કારો, ટેમ્પો,લકઝરી બસો માં લઈ જતા માણસો વાળી ગાડીઓ રોકતા લાંબી લાઇનો લાગી હતી. સૂરત તરફથી આવેલી બસોમાં થી માણસો બોરૂ ટર્નીગ પર ઉતરી ખરીદી કરતા આસપાસ ની સોસાયટીમાં રહેતા લોકો માં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મીડિયા ને જાણ કરતા આ લોકો દ્વારા સંક્રમણ ની શંકાઓ વ્યક્ત કરતા ગોધરા જાણ કરતા આગળ ટ્રાફીક જામ થયેલ હોવાથી કાલોલ માં રોક્યા હોવાનું જાણવા મળ્યુ હતું. કાલોલ પોલીસે ગોધરા જીલ્લા પોલીસ મથક ના આદેશ મુજબ એકાદ કલાક ના વિરામ બાદ મધ્યપ્રદેશ તરફ જતી તમામ ગાડીઓ ને જવા દેતા ટ્રાફિક હળવો થયો હતો પરંતુ ઉપરથી આદેશ મુજબ ઉત્તરપ્રદેશ તરફ જતી ગાડીઓ ને રોકવામાં આવી હતી અને પરત મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારમાં થોડા રોકાણ દરમ્યાન સ્થાનિકો માં કોરોના ના સંક્રમણ ની ગભરામણ હજુ સુધી દૂર થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here