કાલોલ નગરમાં જુગાર રમતા બે શકુનીઓ સહીત ચાર વાહનો ઝડપાયા અન્ય નાશી છુટેલાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એક તરફ કોરોના મહામારી અને લોક ડાઊન છે એવામાં પણ અમુક લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા છે

કાલોલ નગરમાં આવેલી વૃંદાવન સોસાયટી પાસે પાછળના ભાગમાં કેટલાક ઇસમો પાના પત્તાનો હારજીત નો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા કાલોલ પોલીસે પંચો રૂબરૂ સ્થળ ઉપર રેડ કરતા પોલીસને જોઇને કેટલાક લોકો નાસવા લાગ્યા પોલીસે દોડી ને બે શખ્સોને પકડી લીધેલ જેઓના નામ જીતેન્દ્ર નક્ષત્ર મલ પ્રજાપતિ તથા સંજયભાઈ સુરજમલ પ્રજાપતિ રહેવાસી કાલોલ ના હોવાનું જાણવા મળેલ છે. પોલીસે આ બંનેની અંગઝડતી માંરૂપિયા ૨૩૧૦/ તથા દાવ પરના રૂપિયા ૨૩૩૦/ મળી કુલ રૂ.૪૬૪૦/ તથા ચાર જેટલા દ્વિચક્રી વાહનો જેની કિંમત રૂ ૬૮૦૦૦/ કુલ રૂ ૭૨૬૪૦/ નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છૂટેલા ઈસમોની શોધખોળ ચાલુ કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here