કાલોલ નગરમાં કોરોનાની એન્ટ્રી, અનલોક-૧ માં કોરોનાના સંક્રમણમાં વધારો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં કોલેજ પાસે આવેલી સાધના સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર કુમાર કલ્યાણદાસ શાહ ઉંમર વર્ષ આશરે ૫૫ નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો જાણવા મળેલ છે જોકે સરકારી આરોગ્ય અધિકારી દ્વારા હજુ સુધી પોતાને રિપોર્ટ મળેલ નથી તેવું જણાવેલ છે તેમ છતાં આ ઈસમનો ખાનગી દવાખાનામાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હોવાનું જાણવા મળેલ છે વધુમાં હાલમાં આ શખ્સ વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે કાલોલ નગરમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કાલોલની કોલેજ નજીકમાં જ પ્રથમ કોરોના કેસ આવતા સમગ્ર શહેરમાં અને સાધના સોસાયટીમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુમા કોરોના પોઝિટિવ દર્દીને ત્યાં હમણાં એક દિવસ પહેલાં જ ૫૦ થી ૬૦ માણસોને બોલાવીને પાર્ટીનું આયોજન થયું હોવાનું પણ જાણવા મળેલ છે જેથી આ પાર્ટીમાં જમણવારમાં ગયેલ તમામ લોકો ચિંતાતુર બન્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. જોકે હજુ પણ કાલોલના નગરજનો કોરોના પ્રત્યે ગંભીર નથી તેવું જાણવા મળેલ છે હજુ પણ લોકો મોઢા પર માસ્ક પહેર્યા વગર જ નીકળી જાય છે. સત્તાવાર જાહેરાત બાદ સરકારી તંત્ર એક્શનમાં આવશે તેવું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here