કાલોલ નગરમાં ઓડ-ઈવન મુજબ દુકાનો ખોલવાના નિયમોના ધજાગરા ઉડ્યા…તમામ બજારો ખુલ્લા,પાલિકાની નિષ્ક્રિય ભૂમિકા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કલોલ નગરપાલિકા દ્વારા ગત તારીખ ૨૧ ના રોજ જાહેરાત કરી ઓડ-ઈવન મુજબ એકી બેકી સંખ્યા ની નંબરીગ કરી તે મુજબ દુકાનો ખોલવા માટે ની જાહેરાત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અને નિયમો બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર કાલોલના વેપારીઓ એકી બેકી સંખ્યા મુજબ દુકાન ખોલવા માટે તૈયાર ન હોવાનું જાણવા મળે છે. જોકે કેટલાક વેપારીઓએ નગરપાલિકા ના નિયમ નુ પાલન કર્યું હોવાનું પણ જાણવા મળે છે. છેલ્લા ચાર દિવસથી કાલોલની તમામ દુકાનો ખુલ્લી જોવા મળે છે નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કસૂરવાર વેપારીઓ ના ફોટા પાડી સંતોષ મેળવી રહ્યા છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી આમ એકી બેકી નો નિયમ બનાવી તેનો અમલ ન કરાવી નગરપાલિકા તંત્ર બેવડા વલણો રાખી રહ્યા હોય કેમ જાણવા મળે છે. કાલોલ ખાતે કોરોના નો એક પણ કેસ હજી સુધી જોવા મળેલ નથી પરંતુ પરંતુ અગમચેતીના ભાગરૂપે સોશિયલ ડીસટન્સ જાળવવા ભીડભાડ અટકાવવા સમગ્ર રાજ્યમાં તમામ નગરપાલિકાઓ એ એકી બેકી મુજબ ના નિયમો અપનાવ્યા છે . જો નિયમો નું પાલન કરવું નહોતુ તો પાલિકાના કર્મચારીઓ ને સ્ટીકરો બનાવી નંબરીગ કરવાના ખોટા દેખાડા અને જાહેરાતો કરવાની શું જરૂર હતી તેવો પણ પ્રશ્ન ઉદ્ભભવે છે.ત્યારે કાલોલ નગર પાલિકા પોતે બનાવેલા નિયમ નુ પાલન કરાવી શકતી નથી તે સૌથી મોટી કરુણતા કહો કે કમનસીબી પરંતુ આવી બેદરકારી કાલોલ નગર ને ભારે પડી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here