કાલોલ નગરપાલિકા વિસ્તારના ૧૮૦ જેટલા શાકભાજી તથા ફ્રુટની લારી-દુકાન વાળાના મેડીકલ ટેસ્ટ કરાયા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકા વિસ્તારોમાં આવેલા જુદાં જુદાં ગલ્લા અને લારીઓ ધરાવતા શાકભાજી અને ફ્રૂટ ના વેપારીઓ ને આગાઉ નગરપાલિકા ના સભાખંડમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગુરુવારે કાલોલ રેફરલ હોસ્પિટલમાં નગરપાલિકા વિસ્તાર ના ૧૮૦ જેટલા ફ્રૂટ અને શાકભાજી ના વેપારીઓ નો મેડિકલ ટેસ્ટ કાલોલ તાલુકા આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં હરોળબંધ તમામ વેપારીઓ એ શાંતિપૂર્ણ રીતે ઉભા રહીને પોતાના ટેસ્ટ કરાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે શાકભાજી, ફળો ની લારીવાળા એ કોરોના ના સુપર સ્પ્રેડર હોવાનું લગભગ તમામ રાજ્યમાં બહાર આવ્યું છે તે સંજોગોમાં વહીવટી તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી તેથી સતત બીજી વાર આ વેપારીઓ ના ટેસ્ટ કરવામાં આવ્યા તથા તેઓને કોરોના અંગે ની સાવચેતી રાખવા ના પ્રાથમિક સૂચનો આપી શરદી,ખાંસી વિગેરે અંગે ના પ્રશ્નો પૂછેલ અને થર્મલ ગન મારફતે તાપમાન નોંધી સઘન તપાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here