કાલોલ નગરપાલિકા ખાતે આરોગ્ય ટીમ દ્વારા તમામ લારીવાળાના મેડીકલ ટેસ્ટ કરાયા…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

શાકભાજી, ફળોની લારીવાળાઓ કોરોનાના સુપર સ્પ્રેડર હોવાનું લગભગ તમામ રાજ્યમાં બહાર આવ્યું છે. ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા ગુરુવારે સવારે પાલિકાના વાહનમાં માઇક લગાવી જાહેર સૂચના આપી તમામ શાકભાજી, ફ્રૂટની લારીવાળાઓને નગરપાલિકા ખાતે મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવા જણાવેલ જે મુજબ નિયત સમયમાં કાલોલ નગરપાલિકામાં નોંધાયેલા ૧૨૮ જેટલા લારીવાળા ઉપરાંત જેઓ નોંધાયેલા નથી તેઓ મળી કુલ ૨ ૦૦ ઉપરાંત લારીવાળાનું કાલોલ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું તેઓનું થર્મલ ગન દ્વારા તાપમાન માપી, તેઓને અગમચેતી ના સૂચનો આપી નામ સરનામું લઈ તેઓએ હાલ ના સમયે કોરોના અંગે શુ શુ કાળજી રાખવી તે જણાવી તેની નોંધ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here