કાલોલ દરજી જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિના બાળકોને નિશુલ્ક નોટબુક તથા ચોપડાનું વિતરણ કરાયું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ દરજી જ્ઞાતિ મંડળ દ્વારા કાલોલ તથા આજુબાજુ ગામડાઓમાં વસતાં દરજી સમાજના લગભગ ૨૦૦ જેટલા વિધ્યાર્થી બાળકોને નિશુલ્ક નોટબુકો તથા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલા કોરોના મહામારીના સંકટમાં તેમજ સરકારના નિયમોનું પાલન કરી કાલોલ તથા આજુબાજુના ગામોમાં જરૂરીયાતમંદ બાળકો ને પ્રત્યેક બાળક દિઠ ૮ નંગ નોટબુક અને ૮ નંગ ચોપડાનું જ્ઞાતિ મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ દરજી ,ઉપ પ્રમુખ ગૌરાંગભાઈ દરજી તથા મંડળ ના ઉત્સાહિત કાયૅક્રરો દ્વારા વિનામુલ્યે વિતરણ કાયૅ કરવામાં આવ્યું હતું.આ ભગીરથ કાયૅ માં દાન આપનાર સમાજના દાતા સ્વ.કંચનલાલ શંકરલાલ દરજી તથા ગં.સ્વ.લતાબેન કંચનલાલ દરજી (અડાદરા) નો કાલોલ દરજી સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here